ન્યૂઝીલેન્ડની પાંચમી વિકેટ પડી, હેનરી નિકોલ્સ 14 રને શમીની બોલિંગમાં આઉટ થયો

સ્પોર્ટ્સ ડેસ્ક:ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે 5વિકેટે 137રન કર્યા છે. બીજે વોટલિંગ0રને અને કોલિન ડી ગ્રાન્ડહોમ4રને રમી રહ્યા છે. હેનરી નિકોલ્સ 14રને શમીની બોલિંગમાં સ્લીપમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો.

ટોમ લેથમે કરિયરની 17મી ફિફટી ફટકારતાં 122 બોલમાં 5 ફોરની મદદથી 52 રન કર્યા હતા. તે મોહમ્મદ શમીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલારોસ ટેલર 15 રને આઉટ થયો હતો, તે જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓન પર શોટ મારવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને ઉમેશે પોઇન્ટથી પાછળ દોડીને શાનદાર કેચ કર્યો હતો.

કેન વિલિયમ્સન 3રને બુમરાહની બોલિંગમાં કીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલાટોમ બ્લેન્ડલ 30રને ઉમેશ યાદવની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો ન હતો.ન્યૂઝીલેન્ડે ભારત સામે 20 ઇનિંગ્સ અને 5 સીરિઝ પછી 50 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. છેલ્લે બ્રાયન યંગ અને બ્લેર હાર્ટલેન્ડે માર્ચ 1994માં 50 રનની પાર્ટનરશીપ કરી હતી, તે કપિલ દેવની અંતિમ ટેસ્ટ હતી.

ભારત 242 રનમાં ઓલઆઉટ થયું

ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ક્રાઈસ્ટચર્ચ ખાતે 242 રનમાં ઓલઆઉટ થયું છે. ભારત માટે હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ ફિફટી ફટકારતા અનુક્રમે 55, 54 અને 54 રન કર્યા હતા. જોકે નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે 63 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી અને 250 રનનો આંક વટાવી શકી નહોતી. મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે કાઇલી જેમિસને 5, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ 2-2 અને નીલ વેગનરે 1 વિકેટ લીધી હતી.

અંતિમ 6 વિકેટ 48 રનમાં ગુમાવી

ભારતનો એકસમયે સ્કોર 194/4 હતો. જોકે વિહારી અને પુજારા આઉટ થતા ટીમ ધાર્યા કરતા ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. મોહમ્મદ શમી 16 અને જસપ્રીત બુમરાહ 10*એ અંતિમ વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી. અંતિમ 6માંથી 4 વિકેટ જેમિસને લીધી હતી. પોતાની બીજી ટેસ્ટમાં તેણે કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં 5 વિકેટની સિદ્ધિ પોતાના નામે કરી છે.

પુજારા અને વિહારીની 81 રનની ભાગીદારીએ ભારતને મેચમાં જીવંત રાખ્યું

  • પૃથ્વી શોએ ભારતને શાનદાર શરૂઆત અપાવતા કરિયરની બીજી ફિફટી મારી હતી. તેણે 64 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 54 રન કર્યા હતા.
  • જોકે મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ નિરાશ કર્યા હતા અને ટીમ ઇન્ડિયાએ શોએ અપાવેલી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો ન હતો.
  • મયંક 7, કોહલી 3 અને રહાણે 7 રને પેવેલિયન ભેગા થયા હતા. 113 રનમાં 4 વિકેટ ગુમાવતા ભારત જલ્દી મેચની બહાર થઇ જશે તેમ જણાતું હતું.
  • ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીએ પાંચમી વિકેટ માટે હાથ મિલાવતા 81 રનની ભાગીદારી કરી હતી. વિહારીએ કરિયરની ચોથી ફિફટી ફટકારતા 70 બોલમાં 10 ફોરની મદદથી 55 રન કર્યા હતા. જ્યારે પુજારાએ કરિયરની 25મી અને ન્યૂઝીલેન્ડમાં પ્રથમ ફિફટી ફટકારતા 140 બોલમાં 6 ફોરની મદદથી 54 રન કર્યા હતા.

ભારતની વિકેટ આ રીતે પડી:

1)મયંક અગ્રવાલ 7 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો જોકે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો નહોતો.(30-1)

2)પૃથ્વી શો 54 રને જેમિસનની બોલિંગમાં સ્લીપમાં લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો.(80-2)

3)વિરાટ કોહલી 3 રને ટિમ સાઉથીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.(85-3)

4)અજિંક્ય રહાણે 7 રને ટિમ સાઉથીની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.(113-4)

5)હનુમાવિહારી 55 રને વેગનરની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો.(194-5)

6)ચેતેશ્વર પુજારા 54 રને જેમિસનના બાઉન્સરમાં પુલ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને કીપર વોટલિંગે તેનો સરળ કેચ કર્યો હતો.(197-6)

7)ઋષભ પંત 12 રને જેમિસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો.(207-7)

8)ઉમેશ યાદવ શૂન્ય રને જેમિસનની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો.(207-8)

9)રવિન્દ્ર જાડેજા 9 રને જેમિસનની બોલિંગમાં ફાઈન લેગ પર બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.(216-9)

10)મોહમ્મદ શમી 16 રને બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો.(242-10)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બેટિંગ દરમિયાન ટોમ લેથમ.
ટોમ લેથમ અને રોસ ટેલર.
India vs New Zealand second test at Christchurch day two live updates
ન્યૂઝીલેન્ડના ઓપનર્સ ટોમ બ્લેન્ડલ અને ટોમ લેથમ (જમણે).


from Divya Bhaskar https://ift.tt/2Tu36xR

Comments