વિમાનમાં મુસાફરી કરનારાની સંખ્યા એક વર્ષમાં 23 ટકા વધી

અમદાવાદ: રાજ્યમાં વિમાનમાં સફર કરનારા પેસેન્જરોની સંખ્યામાં એક વર્ષ દરમિયાન 23.7 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બરના 5 જ મહિનામાં 71.45 લાખ પેસેન્જરોએ હાવાઈ મુસાફરી કરી હતી. તો એર પોર્ટ પર વિમાન ઉડ્ડયનમાં પણ 21.9 ટકાનો જ્યારે માલ સામાનની હેરાફેરીમાં પણ 12.1 ટકાનો વધારો થયો છે.
ફ્લાઇટની ફ્રીકવન્સીમાં પણ 21.9 ટકાનો વધારો થયો
રાજ્યમાં હવાઇ મુસાફરીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ રીતે વિમાનનું ઉડ્ડયન પણ વધ્યું છે. રાજ્યની આર્થિક- સામાજિક સમિક્ષામાં દર્શાવ્યા મુજબ રાજ્યમાં હવાઇ મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા વર્ષ 2017-18માં 115.30 લાખ હતી જે વર્ષ 2018-19માં વધીને 142.58 લાખ થતાં 23.7 ટકાનો વધારો થયો છે.મુસાફરો વધવાને કારણે રાજ્યના આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઇ મથકો પર વિમાન ઉડ્ડયનમાં પણ વધારો થયો છે.
વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2018-19માં વિમાન ઉડ્ડયનમાં 21.9 ટકાનો વધારો થયો છે. વિમાન મારફતે માલસામાનની હેરફેર વર્ષ 2017-18માં 94.50 હજાર ટન હતી જે વધીને વર્ષ 2018-19માં105.93 હજાર ટન થઇ છે જે 12.1 ટકાનો વધારો દર્શાવે છે.
રાજ્યના વિવિધ એરપોર્ટ પર વર્ષ 2019-20માં સપ્ટેમ્બર 2019 સુધીમાં વિમાન ઉડ્ડયનની સંખ્યા 56 હજાર, મુસાફરોની સંખ્યા 71.45 લાખ અને માલસામાનની હેરફેર 57.35 હજાર ટન થઇ છે.
6.92 કરોડ જેટલા મોબાઇલ કનેક્શન
31 ઓક્ટોબર 2019ની સ્થિતિએ બીએસએનએલના 8.47 લાખ લેન્ડલાઇન કનેક્શન છે. જ્યારે ટ્રાઇની માહિતી પ્રમાણે ગુજરાતમાં 6.92 કરોડ સેલ્યુલર ફોન ધારકો અને 4.26 કરોડ ઇન્ટરનેટ ધારકો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2wc1AIJ

Comments