ગુજરાતની 32 કંપનીઓ રૂ. 148 કરોડ ઉઘરાવી ફરાર

વડોદરાઃ 90 ના દાયકામાં શેર માર્કેટમાં તેજીનો માહોલ હતો. રોકાણકારો માર્કેટની તેજીમાં ભાગીદાર થવા માટે મોટા પાયે રોકાણ કરતા હતા. વર્ષ 1992થી 1996 દરમિયાન પાંચ વર્ષના ગાળામાં 4,057 કંપનીઓ રૂ.54,250 કરોડ ઉઘરાવી ગઇ હતી. તેમાંથી ગુજરાત રાજ્યમાંથી શેરબજારમાં અમદાવાદ અને વડોદરામાંથી 528 કંપનીઓ નાસી ગઇ હતી. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા તેજીના સમય બાદ એક પછી એક કંપનીઓ ઉઠી જવાની ફરિયાદ આવતાં ચોપડે નોંધ કરવામાં આવતી હતી. તેની યાદીમાં કુલ 115 કંપનીઓનાં નામ બહાર આવ્યાં હતાં. તેમાંથી 32 કંપનીઓ ગુજરાતની હતી, અને કંપનીઓ દ્વારા રૂ. 148.11 કરોડ ઉધરાવાયા હતા. તેમાંથી અમદાવાદની 24 કંપનીઓએ રૂ. 104 કરોડ અને વડોદરાની 8 કંપનીઓએ રૂ. 44 કરોડ IPO મારફતે ઉઘરાવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2wYZixf

Comments