કોલ સેન્ટરમાં લોકરનાં તાળાં તૂટ્યાં, 3 ફોન અને પર્સની ચોરી


થલતેજ એક્રોપોલિશ મોલમાં આવેલા ટેક મહિન્દ્રા કંપનીના કોલ સેન્ટરના 3 કર્મચારીના લોકર ડુપ્લિકેટ ચાવીથી ખોલીને ગઠિયો 3 મોબાઇલ, પર્સ, બેંકના કાર્ડ ચોરી ગયો હતો. મોં પર રૂમાલ બાંધીને આવેલો ચોર 4 જ મિનિટમાં ત્રણેય લોકર ખોલીને ચોરી ગયો હતો.

થલતેજ હિંગળાજ નગરમાં રહેતા જય રાવળ(33) થલતેજ એક્રોપોલિશ મોલના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલા ટેક મહિન્દ્રામાં સીએસઈ તરીકે 2 વર્ષથી નોકરી કરે છે. કોલ સેન્ટરમાં કર્મચારીઓના કંપની દ્વારા લોકર ઈશ્યૂ કરાયા હતા. 20 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે જય નોકરી ગયો હતો. તેણે બેગ-મોબાઈલ ફોન અને પર્સ લોકરમાં મૂક્યા હતા. નોકરીનો સમય પૂરો થતાં જયે લોકર ખોલીને જોયું તો તેમાં મોબાઈલ ફોન અને પર્સ ન હતું. જ્યારે જયે તપાસ કરતાં લોકરમાંથી તેના પર્સ - મોબાઈલ ફોનની સાથે સહ કર્મચારી હિતેશ પટેલ અને જનક પટેલના લોકરમાંથી પણ પર્સ ચોરાયા હતા. આ અંગે જય રાવળે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

ગઠિયાએ ડુપ્લિકેટ ચાવીથી લોકરો ખોલી નાખ્યાં

થલતેજમાં આવેલી ટેક મહિન્દ્રા કંપનીની ઘટના



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Pp6TLH

Comments