મોલ-કોમ્પ્લેક્સ બહાર ડુપ્લિકેટ ચાવીથી બાઇક ચોરતા 3 પકડાયા


બાઈકની નંબર પ્લેટ કાઢી ગ્રાહક શોધી વેચી મારતા હતા

આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી.ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાંથી ચોરી થયેલા વાહનોની નંબર પ્લેટ કાઢીને તે વાહનનો ઉપયોગ ગુનાખોરી માટે થતો હતો. જેથી આ પ્રકારના વાહનો તેમજ વાહનચાલકોને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના એન્ટિ પ્રોપર્ટી સ્ક્વોડ પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ કામે લાગી હતી. દરમિયાનમાં આ ટીમે બાતમીના આધારે અમરાઇવાડી હાટકેશ્વર સર્કલ પાસેથી નંબર વગરની બાઈક સાથે તેજસ વિજયભાઇ ઠાકોર, દિનેશ વણકર અને પીયૂષ ગર્ગને ઝડપી લીધા હતા.

ત્રણેય પાસેથી મળી આવેલી બાઈક વિશે પોલીસે પૂછતા તે બાઈક પીયૂષ ગર્ગે 1 મહિના પહેલા નરોડા બેઠક નજીક આવેલા પુષ્કર એનેક્સી બિલ્ડિંગના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. છેલ્લા 1 મહિનામાં નરોડા, સરદારનગર, કૃષ્ણનગર, રખિયાલ, કાલુપુર રેલવે સ્ટેશન સહિતના સ્થળેથી 17 બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

16 બાઈક વિવિધ પાર્કિંગમાંથી મળ્યાં

તેજસ, દિનેશ અને પીયૂષ ચોરેલા વાહનની નંબર પ્લેટ કાઢી દેતા હતા અને તેને પાર્કિંગમાં મૂકી દેતા હતા. પોલીસે ત્રણેયને સાથે રાખીને તેમણે જુદા જુદા પાર્કિંગમાં મૂકી રાખેલી 16 બાઈક કબજે કરી હતી. > નિખિલ બ્રહ્મભટ્ટ, પીઆઈ ક્રાઈમ બ્રાંચ

અમદાવાદ | પૂર્વ અમદાવાદમાં મોલ - મલ્ટિપ્લેકક્સ - કોમ્પ્લેક્સ તેમજ ભીડભાડ વાળી જગ્યાએથી એક જ મહિનામાં 17 બાઈકની ચોરી કરનારા 3 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ત્રણેય ડુપ્લિકેટ ચાવીઓથી બાઈકની ચોરી કરતા હતા અને નંબર પ્લેટ કાઢીને તે ભોંયરા તેમજ પાર્કિંગમાં વાહનોની વચ્ચે બિનવારસી હાલતમાં મૂકી દેતા હતા. ત્યારબાદ તે વાહનને વેચી દેતા હતા.

પૂર્વ અમદાવાદમાંથી એક મહિનામાં 17 બાઈકની ચોરી કરી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3aejgm5

Comments