શાહરૂખ ખાનની સાસુના અલીબાગના ફાર્મહાઉસને 3 કરોડ રૂપિયાનો દંડ

મુંબઈ: અભિનેતા શાહરૂખ ખાનની સાસુ સવિતા છિબ્બાના ફાર્મહાઉસ પર 3 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. શાહરૂખની સાસુ અને સાળી નમિતા છિબ્બા ડેજા વૂ ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક છે. અલિબાગમાં એક આલિશાન બંગલા સાથેનું આ ફાર્મહાઉસ છે. એના પર હવે બોમ્બે ટેનન્સી એક્ટનું ઉલ્લંઘન કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે.
2008માં બાંધવામાં આવેલા આ બંગલામાં અનેક બોલીવુડ પાર્ટીઓ થઈ છે. શાહરૂખે એનો 52મો જન્મદિવસ આ જ બંગલામાં ઊજવ્યો હતો. 29 જાન્યુઆરી 2018માં ફાર્મહાઉસને જિલ્લાધિકારી વિજય સૂર્યવંશીએ નોટિસ મોકલી હતી. આ નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પ્લોટ વેચાતો લીધા પછી ત્યારના રાયગડના અતિરિક્ત જિલ્લાધિકારીએ 13 મે 2005ના આ જમીન પર ખેતી કરવાની પરવાનગી આપી હતી.
આ નોટિસમાં લખેલું છે કે ફાર્મહાઉસ તોડીને ત્યાં નવું ફાર્મહાઉસ બાંધવાથી બોમ્બે ટેનન્સી એક્ટની કલમ 63નું ઉલ્લંઘન છે. આ સંદર્ભે ફાર્મહાઉસના સંચાલકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમના પર કાર્યવાહી શા માટે થઈ નથી એવો સવાલ પૂછવામાં આવ્યો છે. કેટલીક સુનાવણીઓ પછી 20 જાન્યુઆરી 2020ના વધુ એક નોટિસ મોકલવામાં આવી હતી જેમાં કાયદાનું ઉલ્લંઘન વિશે સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. તેમ જ 3 કરોડ 9 લાખ રૂપિયાનો દંડ ઝટ ભરવાનું પણ જણાવવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સવિતા છિબ્બાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/39cpGlA

Comments