રાજકોટઃ આવનારી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી રાજકોટમાં મંગળવારે 51 સગર્ભા બહેનોને રામચરિત માનસ અર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં જનની એજ્યુકેશન ટ્રસ્ટ અને ત્રિમૂર્તિ બાલાજી ટ્રસ્ટ મંડળના સંયુક્ત ઉપક્રમે સમૂહલગ્નનું આયોજન થયું હતું. તેમાં આ રામચરિત માનસ બહેનોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક આપ્યા બાદ દર 10 દિવસે મંડળના સભ્યો સગર્ભા બહેનોના ઘરે જશે અને તેઓ ખરેખર વાંચે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે દરેક બહેનોને સવાલ પણ કરવામાં આવશે કે તેઓ ખરેખર શું વાંચ્યું છે અને જે વાંચ્યું છે તે બરોબર છે કે કેમ? આવું કરવા પાછળનો ઉદેશ સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે માટેનો છે. દરેક સગર્ભા બહેનોને આ પુસ્તક આપી શકાય તે માટે આયોજકોએ ખાનગી હોસ્પિટલ અને સ્લમ વિસ્તારમાં જઈને સગર્ભા બહેનોની જાણકારી મેળવી હતી. કુલ 51 સગર્ભા બહેનોએ આ રામચરિત માનસ લેવા માટેની તૈયારી બતાવી હતી.
મારા દાદાજી સસરા તરફથી પ્રેરણા મળી
મારા દાદાજી સસરા ખૂબ જ ધાર્મિક હતા. તેઓ હતા ત્યારે અમારા ઘરે રોજ સાંજે નિયમિત રામાયણના પાઠ થતા હતા. છેલ્લા 50 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. સગર્ભા બહેનો રામચરિત માનસ વાંચશે તો તેનામાં સંસ્કારનું સિંચન થશે. - નિકિતાબેન નથવાણી, રામચરિત માનસના દાતા
ડિલિવરીનો ખર્ચ પણ ઉપાડવામાં આવશે
જે કોઈને રામચરિત માનસ અર્પણ કરવામાં આવ્યા છે. તે બધી ગરીબ પરિવારની બહેનો છે. અમારી પાસે બધાના નામ સરનામા આવી ગયા છે અને હવે તેના અને તેના પરિવારજનો સાથે સંપર્કમાં રહીશું. સગર્ભા બહેનોને ડિલિવરીનો જે કાંઈ ખર્ચ આવશે તે બધા અમે ભાગે પડતો ભોગવી લઇશું. - વિનોદભાઈ શિંગાળા, પ્રમુખ ત્રિમૂર્તિ બાલાજી મંડળ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2w1PJx9
Comments
Post a Comment