મણિનગરમાં ઘનશ્યામ મહારાજનો 76મો પાટોત્સવ ઊજવાયો


મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે ઘનશ્યામ મહારાજનો 76મો પાટોત્સવ ઊજવાયો હતો. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ તથા નાના હરિકૃષ્ણ મહારાજનો શુદ્ધોદક, કેસર જળ, દૂધ, શર્કરા, મધ, ઘૃત, અત્તરથી પંચામૃત અભિષેક કરાયો હતો. ઉપરાંત આ. પુરુષોત્તમપ્રિયદાસજીએ મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓની ષોડશોપચારથી પાટોત્સવ વિધિ કરી હતી. સ્વામીબાપા સન્મુખ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય આ ચાર પ્રકારની અનેકવિધ વાનગીઓ, પકવાન, ફરસાણનો વિશાળ અન્નકૂટ પણ ધરાવાયો હતો. 1944માં 26 ફેબ્રુઆરીએ ઘનશ્યામ મહારાજ આદિ સર્વોપરી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ હતી.

કાળુપુર સ્વામિનારાયણ મંદિરના 198મા પાટોત્સવ નિમિત્તે છપ્પન ભોગ ધરાવાયો

પાવન દિન }આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસે મુક્તજીવન સ્વામીબાપા સહિતની મૂર્તિઓની ષોડશોપચાર, રાજોપચારથી પાટોત્સવ વિધિ કરી

પાલડીમાં 2 લાખ માળાના મણકાનો હાર પહેરાવાયો

પાલડીમાં કુમકુમ સ્વામિનિરાયણ મંદિરમાં મહંત આનંદપ્રિયદાસજીના 78મા દીક્ષાદિને તેમને બે લાખ માળાના મણકામાંથી બનાવેલો હાર ધરાવવામાં આવ્યો હતો. 20 મહિલાએ 40 ફૂટ લંબાઈ ધરાવતો આ હાર તૈયાર કર્યો હતો.

અમદાવાદ: કાળુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે 198મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નરનારાયણ દેવને વિશેષ છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો, જેનાં મોટી સંખ્યામાં સંતો, હરિભક્તોએ દર્શન કર્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - the 76th anniversary of ghanshyam maharaj was celebrated in maninagar 055025
Ahmedabad News - the 76th anniversary of ghanshyam maharaj was celebrated in maninagar 055025
Ahmedabad News - the 76th anniversary of ghanshyam maharaj was celebrated in maninagar 055025


from Divya Bhaskar https://ift.tt/2Vq7Rve

Comments