અમદાવાદમાં 81,362 પરિવાર ગરીબ, 23,368 અતિગરીબ!

ગાંધીનગર: અમદાવાદ મેટ્રો સિટી છે જ. આ સાથે સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તનતોડ પ્રયાસ કરી રહી છે ત્યારે અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ગરીબ પરિવારની સંખ્યામાં 497 વધારો થયો હોવાનું રાજ્ય સરકારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખના એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું હતું. જોકે, અતિગરીબ પરિવારની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં 314 પરિવારનો ઘટાડો થયો છે.
રાજ્યના નાણા મંત્રી નીતિન પટેલે સર્વસમાવેશક, તમામ વર્ગને આવરી લેતું બજેટ રજૂ કર્યું છે ત્યારે બજેટ રજૂ થાય તે પહેલા જ વિધાનસભામાં હાથ ધરાયેલી પ્રશ્નોત્તરીમાં અમદાવાદમાં ગરીબ પરિવારની સંખ્યા વધી હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદમાં છેલ્લાં બે વર્ષ એટલે વર્ષ 2018માં 247 અને વર્ષ 2019માં 250 મળીને કુલ 497 ગરીબ પરિવારની સંખ્યા વધી છે. જ્યારે અતિગરીબ પરિવારની સંખ્યા વર્ષ 2018માં 170 અને વર્ષ 2019માં 144 મળીને કુલ 314ની ઘટી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/38YBJmh

Comments