90 વર્ષના ડો. કપૂર દર અઠવાડિયે 1200 વિદ્યાર્થીઓને હસીમજાક અને ગીતથી ડોક્ટરી શીખવે છે

મનીષા ભલ્લા, મુંબઈઃ રવિવારની સવારે મુંબઈના બિરલા માતૃશ્રી સભાગૃહ પાસેથી પસાર થાવ તો એવું લાગે કે જાણે અંદર કોઈ સંગીતની ઈવેન્ટ ચાલી રહી છે. પરંતુ આ 90 વર્ષના ડો.ઓ.પી. કપૂરના મેડિકલ ક્લાસ હોય છે. તેઓ છેલ્લા 66 વર્ષથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવી રહ્યા છે. તેમના ક્લાસમાં લગભગ 1200 વિદ્યાર્થી અને ડોક્ટર આવે છે. ઘણીવાર તો ક્લાસ 72 કલાક ચાલે છે. મેડિકલ સાયન્સ જેવો જટિલ વિષય અત્યંત પ્રેક્ટિકલ રીતે સમજાવે છે. તેમને દર્દીની બીમારી પકડવાનો હુન્નર શીખવાડે છે. જેથી તેઓ બીમારીના મૂળ સુધી પહોંચવાનુંશીખે. ક્લાસમાં તેઓ મહોમ્મદ રફીના ગીત ગાય છે. લોકોને બહુ હસાવે છે. તેઓ કપૂર પરિવારના ખાનદાની ડોક્ટર છે. કિશોરકુમાર, મહોમ્મદ રફી, બી.આર.ચોપરા, યશ ચોપરા જેવી ફિલ્મી હસ્તિઓને તપાસી ચૂક્યા છે. 1986માં તેઓ જે.જે. હોસ્પિટલમાંથી નિવૃત્ત થયા પણ તેમનું કહેવું છે કે તેઓ નિવૃત્તિને નથી માનતા. આથી રોજ સવારે ઉત્સાહથી ઊઠે છે અને કહે છે કે તેઓ રોજ ખૂબ મહેનત કરે છે. તેમની પાસે દિવસભર કામ હોય છે. લોકો તેમને 90 વર્ષના કહે છે પણ તેઓ 35 વર્ષની ઉંમરના જેવાના તમામ કામ કરે છે. સવારે 4 વાગે ઊઠે છે. 6 કિ.મી. ચાલે છે, ટેનિસ રમે છે, સ્વિમિંગ કરે છે, સંગીત સાંભળે છે, ખૂબ હસે છે, ટેન્શન નથી રાખતા. ડો. કપૂર આ ઉંમરે પણ દેશભરના ડોક્ટરો માટે મોટિવેશનલ સેશન કરે છે. તેનો ખર્ચો પોતે ઉપાડે છે.

ટેસ્ટ જ નહીં લક્ષણથી પણ બીમારી પકડવાનું શીખવાડે છે...
ડો. કપૂર નવા ડોક્ટરોને દર્દીની બીમારી પકડવાનો હુન્નર શીખવે છે. તેમના વિદ્યાર્થી એક ઘટના કહે છે. પેટદર્દનો એક દર્દી ડો. કપૂર પાસે પહોંચ્યો. તેમણે તેના શરીરને તપાસ્યું. એમણે જોયું કે તે નખ કરડે છે. ડો. કપૂરે કહ્યું કે જ્યાં સુધી તમે નખ કરડવાનું બંધ નહીં કરો ત્યાં સુધી દર્દ નહીં જાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રણબીર અને ઋષિ કપૂર સાથે ડોક્ટર કપૂર


from Divya Bhaskar https://ift.tt/32EwAh1

Comments