વોડાફોન-આઈડિયાએ AGR ચૂકવવા 15 વર્ષનો સમય માંગ્યો

નવી દિલ્હી: વોડાફોન આઈડિયાએ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની બાકી રકમ ચૂકવવા 15 વર્ષનો સમય આપવામાં આવે એવી સરકાર સમક્ષ માંગ કરી છે. એટલું જ નહીં, કંપનીએ ગ્રાહકો પર લાગતા ટેરિફની લઘુતમ સીમા નક્કી કરવાની પણ માંગ કરતા કહ્યું છે કે, મોબાઈલ યુઝર્સ પર ફિક્સ ટેરિફ લગાવવું જોઈએ. આ ઉપરાંત ટેક્સ રિફંડ, લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુઝર્સ ચાર્જ (એસયુજી)માં પણ ઘટાડો કરવો જોઈએ.
ટેલિકોમ વિભાગ, નાણા મંત્રાલય અને નીતિ આયોગને લખેલા પત્રમાં કંપનીએ કહ્યું છે કે, અમારે બિઝનેસમાં ટકી રહેવા સરકારની મદદની જરૂર છે. આ પત્ર ટેલિકોમ વિભાગના નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા ડિજિટલ કમ્યુનિકેશન કમિશન (ડીસીસી)ની બેઠકના એક દિવસ પહેલા જ મોકલાયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vodafone-Idea seeks 15 years to pay AGR


from Divya Bhaskar https://ift.tt/2T5ClRx

Comments