તિરુવનંતપુરમ એરપોર્ટ અદાણીને આપવાની અરજી હાઈકોર્ટમાં

નવી દિલ્હીઃ સુપ્રીમકોર્ટે તિરુવનંતપુરમ એરપોર્ટના સંચાલન અંગે કેરળ સરકારે દાખલ કરેલી અરજી કેરળ હાઈકોર્ટને મોકલી છે. કેરળ સરકારે આ એરપોર્ટ 50 વર્ષ માટે અદાણી જૂથને સોંપવા સામે સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમકોર્ટની બેન્ચે થોડો સમય બંને પક્ષની દલીલ સાંભળી હતી અને પછી આ અરજી હાઈકોર્ટને મોકલવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બેન્ચે જોકે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદ સંબંધિત અનુચ્છેદ 131ને લાગુ કરવા અંગે જો જરૂર પડશે તો ફરી તેઓ સુનાવણી કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2PAHEX0

Comments