સાતમા પગારપંચનો લાભ ન મળતા પ્રોફેસરોનો વિરોધ


સાતમા પગાર પંચનો લાભ ન મળતાં રાજ્યની 31 પોલિટેક્નિક કોલેજના પ્રોફેસરો અઠવાડિયા સુધી હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે. પ્રોફેસરોના મતે, રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ૦1/૦1/2016થી સાતમા પગાર પંચનો લાભ સરકાર દ્વારા અપાયો છે છતાં સરકારી પોલિટેકનિક કોલેજના વર્ગ-1, 2ના પ્રોફેસરોને સાતમા પગાર પંચનો લાભ હજુ સુધી મળ્યો નથી. જે અંગે પોલિટેકનિક અધ્યાપક મંડળે રજૂઆતો કરી છે. પ્રોફેસરોની માંગણી સંદર્ભે 4 વર્ષ દરમિયાન કોઈ પગલા ના લેવાતા રાજ્યની તમામ પોલિટેકનિક કોલેજના પ્રોફેસરો એક અઠવાડિયા સુધી કાળા કપડાં પહેરીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન આપવાનું નક્કી કર્યું છે.

_photocaption_પોલિટેક્નિકના પ્રોફેસરો અઠવાડિયા સુધી કાળાં કપડાં પહેરી વિરોધ કરશે.*photocaption*



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - opposition to professors who do not have the benefit of the seventh payroll 055029


from Divya Bhaskar https://ift.tt/2Pqqb3l

Comments