વડોદરાઃ પાદરા પોસ્ટઓફિસમાં અપૂરતા સ્ટાફ અને અપૂરતી સગવડોથી ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રાહકોએ પોસ્ટઓફિસમાં હોબાળો મચાવ્યો હતો.પાદરા પોસ્ટઓફિસ નગરની ગામની બહાર અને મુખ્ય હાઇવે પર આવેલી છે અને બીજા માળે આવેલી છે, વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો લાગી જાય છે અને અપૂરતા સ્ટાફથી કલાકો સુધી ગ્રાહકો અટવાય છે. તેમજ સિનિયર સિટીઝન અને વિકલાંગો માટેની કોઈ જ પ્રકારની અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને બેસવા માટે પણ સુવિધાઓ નથી કે નથી પીવાના પાણી ની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને દિવ્યાંગોને બીજા માળે ચડવા માટે અલગ રેમ્પ કે કોઈ લિફટની વ્યવસ્થા પણ નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32CiQmZ
Comments
Post a Comment