બિલ્લા હત્યા કેસમાં બદરીએ આગોતરા જામીન અરજી કરી

સુરતઃ નવસારી ખાતે છેલ્લા કેટલાક સમયથી રહેતા સુરતના ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં જેના પર શંકાના વાદળો ઘેરાયેલાં છે એવા સુરતના ઝાંપાબજારના બદરી લેશવાળાએધરપકડથી બચવા માટે નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં થનાર છે. તડીપાર થવાના કારણે નવસારી ખાતે રહેતો વસીમ બિલ્લા જ્યારે જીમમાંથી નિકળી રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન મોબાઈલમાં હતું. તે સમયે અચાનક આવી પહોંચેલા શાર્પશૂટરોએ ધડાધડ ફાયરીંગ કરી વસીમ બિલ્લાની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આગોતરા જામીન અરજી કરી
આ કેસમાં તપાસ દરમિયાન પોલીસે ર્શાપ શૂટરોની પણ ધરપકડ કરી હતી. જો કે, ફરિયાદ પક્ષના લોકોનું કહેવું હતું કે, પોલીસે પડદાં પાછળ જે સંડોવાયેલાં છે તેઓની ધરપકડ કરી નથી.મૃતકના પરિવારજનોએ એફઆઈઆરમાં શંકમંદ તરીકે જે ચારથી પાંચ વ્યકિતઓના નામ આપ્યા હતા, તેમાં બદરી લેસવાલાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં ધરપકડથી બચવા માટેબદરી લેશવાળાએ એડવોકેટ ઝકી મુખ્ત્યાર શેખ મારફત આગોતરા જામીન અરજી કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વસીમ બિલ્લા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2HVhdqS

Comments