સમયસર રિટર્ન ન ભરનારને આઇટીસી પરત કરવા નોટિસ


સીજીએસટી દ્વારા કરદાતાઓને નોટિસ પાઠવીને તેમને લીધેલી આઇટીસી પરત કરવા જણાવ્યું છે. જે કરદાતાઓએ જીએસટીનું રિટર્ન સમયસર ફાઇલ નથી કર્યું તેમને આઇટીસી કેન્સલ કેમ ન કરવી તેવી સીજીએસટીની નોટીસ આપવામાં આવી છે. આ નોટીસથી કરદાતાઓમાં ભારે રોષ ફેલાયો છે.

સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટેન્ટ દ્વારા જે કોઇ કરદાતાએ ટાઇમસર રિટર્ન ન ભરી લેટ રિટર્ન ફાઇલ કર્યા હોય તેવા કિસ્સામાં કરદાતાઓ દ્વારા માંગવામાં આવેલી આઇટીસીની ક્રેડિટ તેઓ હકદાર નથી અને તેટલી ક્રેડિટ પરત માંગી છે. આમ જે કોઇ કરદાતાઓ સમયસર રિટર્ન ફાઇલ નથી કર્યા તેવા કરદાતાઓને લીધેલી આઇટીસી પરત કરવાની રહેશે. જેના પગલે કરદાતાઓમાં રોષ વ્યાપ્યો છે. કરદાતાઓના મતે જ્યારે સરકારે રિટર્ન ભરવા માટે છેલ્લી તારીખ 17 જાન્યુઆરી 2020 કરી હતી. જ્યારે વર્ષ 2017-18ની ક્રેડિટ માર્ચ 2019 સુધી અને 2018-19ની ક્રેડિટ સપ્ટેમ્બર 2019 સુધી ન લીધી હોય તેવા કિસ્સામાં ડિપાર્ટમેન્ટ દ્વારા આ ક્રેડિટ લેવા પાત્ર નથી અને લીધેલી ક્રેડિટ પરત આપવા જણાવ્યું છે. સરકારે વધારેલી મુદત ઉપર પણ ક્રેડિટ પરત આપવાની કરદાતાઓ પર જવાબદારી આવી પડી છે.

રિટર્ન લેટ ફાઇલ કર્યું હશે તેણે આઇટીસી કેમ કેન્સલ ન કરવી તેનો જવાબ આપવો પડશે

CGSTની નોટિસથી કરદાતાઓમાં રોષ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/391Cz1y

Comments