જાહોજલાલીભર્યું જીવન જીવતો પ્રશાંત લોક અપમાં આખી રાત જાગતો રહ્યો !

વડોદરાઃ 21.80 લાખની ઠગાઇ કેસમાં વારસીયા પોલીસના લોકઅપમાં રહેલો પ્રશાંત ઉપાધ્યાય સોમવારે આખી રાત લોકઅપમાં જાગતો રહ્યો હતો. પોલીસે મોડી રાત સુધી પ્રશાંતનું નિવેદન લીધું હતું. નિવેદનમાં તેણે પોતાના અનુયાયીઓએ ફસાવ્યો હોવાનું રટણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેને સુવા માટે એક ચાદર આપવામાં આવી હતી. જાહોજલાલી ભર્યું જીવન ગુજારનારા પ્રશાંત માટે લોકઅપની રાત ગુજારવી મુશ્કેલ બની હતી.

આખી રાત પ્રશાંત જાગતો રહ્યો
બગલામુખી મંદિરનો પ્રશાંત ઉપાધ્યાય 21.80 લાખની ઠગાઇનો ગુનો નોંધાયો તેની એક સપ્તાહ પહેલાં જ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 30 દિવસ સુધી પોલીસ ગીરફતથી બચવા તે લોકેશન બદલતો રહેતો હતો પણ રવિવારે મોડી રાત્રે વાપી-ચીખલી હાઇવે પરની હોટલ પાસેથી વારસીયા પોલીસે પ્રશાંતને ઝડપી લીધો હતો. તેને સોમવારે વારસીયા પોલીસના લોકઅપમાં રખાયા બાદ પોલીસે સાંજ પછી તેનું નિવેદન લેવાનું શરુ કર્યું હતું. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે રાત્રે અઢી ત્રણ વાગ્યા સુધી તેનું નિવેદન લીધુ હતું. નિવેદનમાં તેના પુર્વ 3 અનુયાયીઓએ તેને ફસાવ્યો હોવાનું અને તેની સામે ફરિયાદ કરાવી હોવાનું જણાવ્યું હતું. રાત્રે સાડા ત્રણ વાગ્યા બાદ તેને પોલીસ લોકઅપમાં રખાયો હતો. તેને સૂવા માટે અને ઓઢવા માટે એક ચાદર અપાઇ હતી. રાત્રે તેણે લોકઅપમાં પોતાની દવા લીધી હતી અને સુવાનો પ્રયાસ કર્યો હતો પણ ઉંઘ આવતી ના હોવાથી તેણે આંટા ફેરા કર્યા હતા. આખી રાત તે લગભગ જાગતો જ રહ્યો હતો. મંગળવારે 11 વાગ્યા બાદ પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી અને તેના રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ કરી તેને પોલીસ ભવન ખાતે લઇ જવાયો હતો, જયાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફરીથી તેનું ઇન્ટ્રોગેશન કર્યું હતું. સતત પોલીસ કાર્યવાહી તથા રાતભરના ઉજાગરાના કારણે મંગળવારે સાંજે પ્રશાંત થાકેલો જણાઇ રહ્યો હતો.

યુવકની પોલીસમાં અરજી - 2018માં સાળી ઘર છોડી આશ્રમમાં આવી ગઇ હતી
પ્રશાંત સામે મુળ જોધપુરના પણ અમદાવાદમાં રહેતા યુવકે 2018માં પોલીસમાં ફરિયાદ કરતી અરજી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેની સાળી બગલામુખી મંદિરમાં પૂનમ ભરવા આવતી હતી. તે દર વખતે પૂનમ વખતે આવવાની જીદ કરતી હતી. જેથી બાળકો અને માતાને સાચવી શકાતા ન હતા અને ઘરમાં રોજ ઝઘડા થતા હતા. ગત માર્ચ 2018માં તે તેનું ઘર છોડીને એક જોડી કપડાં લઇને જોધપુરથી વડોદરા ખાતે આવેલાં આશ્રમમાં આવી ગઇ હોવાનો આક્ષેપ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચીખલી હાઇવે હોટલ પરથી પકડાયેલા પ્રશાંત ઉપાધ્યાયને સવારે વારસિયા પોલીસ સ્ટેશન લવાયો હતો.


from Divya Bhaskar https://ift.tt/32oXTf5

Comments