નાના ચિલોડામાં પોલીસે યુવક પાસેથી પૈસા માગતા ટોળાએ પથ્થરમારો કર્યો


નાના ચિલોડામાં પોલીસની શી ટીમે એક યુવક પાસે પૈસાની ઉઘરાવ્યા હોવાના આક્ષેપ સાથે મોડી રાત્રે રિંગ રોડ પર ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે, લાંબા સમયથી પોલીસ આ વિસ્તારમાં લોકો પાસેથઈ તોડ કરી રહી છે. જોકે આ મામલે પોલીસે 100થી વધુના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.

નરોડા પોલીસની શી ટીમ નાના ચિલોડા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં બેઠેલા નિશાંત બારોટ નામના યુવક પાસે શી ટીમે પૈસા માગ્યા હતા ત્યારે બોલાચાલી થતા લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, ખાનગી ડ્રેસમાં આવેલા નરોડા પોલીસના કર્મચારીઓએ યુવકને માર માર્યો હતો. જેના પગલે 100થી વધુ લોકોનું ટોળુ ઉશ્કેરાયું હતું અને તેણે પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે નરોડા પીઆઇ સહિતનો પોલીસ કાફલો ત્યાંથી નાસી ગયો હતો. સ્થાનિકોના મતે લાંબા સમયથી અહીં પોલીસ લોકો પાસે પૈસા ઉઘરાવી રહી છે. આ ઘટના બાદ ડીસીપી નીરજ બડગુજર સહિતના પોલીસ અધિકારી ત્યાં પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

અગાઉ પોલીસ સ્ટેશનમાં માર મરાયો હતો

અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશનમાં મહિલાઓને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મુદ્દો મુખ્યમંત્રીથી માંડીને મહિલા આયોગ સુધી પહોંચતા તપાસના આદેશ અપાયા હતા.

લોકો ઉશ્કેરાતા પોલીસકર્મીઓ ભાગ્યા

જે વ્યક્તિ પાસે પોલીસ ગઈ હતી તે બાપુનગરનો રહેવાસી હતો અને ઘટના નાના ચિલોડા પાસે બની હતી, લોકોના આક્રોશ બાદ પોલીસ અધિકારીઓ અને શી ટીમના સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

પોલીસ પરના આક્ષેપની તપાસ થશે

આ અંગે ઝોન-4ના ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, પોલીસ સામે કેટલાક આક્ષેપો થયા છે, ઉપરાંત ત્યાં રૂપલનનાઓનું આવન જાવન વધ્યું હોવાથી આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે.

નરોડા પોલીસે યુવક સામે ખોટી રીતે ફરિયાદ નોંધી હોવાનો લોકોનો આક્ષેપ

‘શી’ ટીમ અને યુવક વચ્ચે બોલાચાલી, 100થી વધુ સામે રાયટિંગનો ગુનો



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2TjPoxB

Comments