વડોદરાઃ પાલિકાની ચૂંટણી ચાલુ વર્ષે દિવાળીના તહેવારની આસપાસ આવે તેવી શકયતા છે ત્યારે મતદારોને રિઝવવા માટે સ્થાયી સમિતિમાં રોડના કામો માટે 70 કરોડ રૂપિયાના ખર્ચાને મંજુરી માંગતી 18 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહેરમાં આડેધડ ખોદાણ કરવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. ડીસ્કો રોડ થતાં શહેરીજનોમાં અકસ્માતનું પ્રમાણ વધ્યુ છે અને ઉબડખાબડ રસ્તાના કારણે પાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોના રોષ ભોગ બનવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. લોકસભાની ચૂંટણી પૂર્વે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગંદા પાણીની મોંકાણ ઉભી થઇ હતી અને તેનુ પુનરાવર્તન રોડ સ્વરૂપે પાલિકાની ચૂંટણીમાં થાય તેવી શકયતા ઉભી થઇ હતી.
બીજા 14 કામો મંજુરી માટે સ્થાયી સમિતિમાં રજૂઆત
ચોમાસા બાદ પાલિકાની ચૂંટણીની આચારસંહિતા અમલીકરણ થાય તેમ હોવાથી આગામી ચાર મહિનામાં રોડની કામગીરી પુરી કરવી પડે તેમ છે. જેથી, પાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગે ચાર ઝોનમાં કાર્પેટ,એસી,લીકવીડ સિલકોટ કરવા માટે વાર્ષિક ઇજારા માટે પણ ટેન્ડર મંગાવી લીધા હતા અને તેમાં પૂર્વ ઝોનમાંરૂા.10.35 કરોડના તેમજ બાકીના ત્રણ ઝોનમાં રૂા.10.34 કરોડના લોએસ્ટ ટેન્ડરને મંજુરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય, શહેરની હદ સુધી નવા રસ્તા બનાવવા, રોડ પહોળા કરવા માટે બીજા 14 કામો મંજુરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેનો ખર્ચો 30 કરોડ રૂપિયા જેટલો છે. આ કામો ચાર મહિનામાં પૂરી કરવા કવાયત હાથ ધરાઇ છે.
અટલાદરા- ભાયલી રોડ માટે સૌથી વધુ ખર્ચ
રંગવાટિકાથી વેદ રેસિ. - 1.15 કરોડ
શ્રીજીવિલા ચાર રસ્તાથી ભાથુજીનગર - 2.08 કરોડ
પાણીગેટ ગંજખાના પોલીસ ચોકીથી માળી મહોલ્લો - 2.54 કરોડ
સિધ્ધાર્થ પ્લેનેટથી બનિયન પેરેડાઇઝ સુધી - 52.32 લાખ
રૂદ્રાક્ષ રિવીયેરા અને હેમદીપ રેસિ.વચ્ચે - 1.49 કરોડ
જેપી રોડથી પાલિકાની હદ સુધી - 77.31 લાખ
સમતા પોલીસ ચોકીથી સૌરભપાર્ક - 1.22 કરોડ
અટલાદરાથી ભાયલી - 4.86 કરોડ
ગેંડા સર્કલથી અરૂણોદય સર્કલ થઇ અલકાપુરી - 95.53 લાખ
નંદનવનથી રવિપાર્ક - 2.38 કરોડ
એમએમ વોરા શોરૂમથી દર્શનમ એેન્ટીકા - 2.03 કરોડ
દંતેશ્વર મેઇન રોડથી પોલીસ હાઉસીંગ - 1.81 કરોડ
અમરદીપ હોમ્સથી ને.હા સુધી - 2.30 કરોડ
લાલબાગ બ્રિજના એપ્રોચથી પ્રતાપનગર બ્રિજ સુધી - રૂપિયા 1.67 કરોડ
રેસકોર્સ સર્કલથી ગેંડા સર્કલ સુધીના સર્વિસ રોડ પર રાતોરાત કાર્પેટિંગ કરી દેવાયું
ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિલોમીટરના અંતરમાં ફ્લાય ઓવરની કામગીરી ચાલી રહી છે. જેમાં, ગેંડા સર્કલથી જેપી રોડ સુધીના ભાગમાં રોડમાં ખાડા પડી ગયા હતા અને ખાસ કરીને રેસકોર્સ સર્કલથી ગેંડા સર્કલ સુધીના રોડની બદતર હાલત થઇ ગઇ હતી. દરરોજ એકલદોકલ અકસ્માત બિસમાર રોડના કારણે થતા હતા. જેના પગલે, આ રોડ પર તાત્કાલિક ધોરણે કાર્પેટિંગની કામગીરી રાતોરાત કરાવાઇ છે અને ચોમાસામાં રોડ ધોવાઇ ના જાય તે રીતે કામગીરી કરવાની ટકોર તંત્ર તરફથી કોન્ટ્રાક્ટરને કરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2T0N7IA
Comments
Post a Comment