નારણપુરામાં છેડતી કરનારે યુવતીના પિતાને ધમકી આપી


નારણપુરા જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 15 દિવસથી કોલેજીયન યુવતીને એક ધાર્યુ જોયા કરીને હેરાન પરેશાન કરતા રોમિયોને યુવતીના પરિવારના સભ્યોએ ઝડપી લીધો હતો. યુવાનની આ હરકત વિશે તેના માતા-પિતાને જાણ કરવા યુવતીના પિતાએ તેમના નંબર માંગતા યુવાને યુવતીના પિતાને ગાળો બોલી ધમકી આપી હતી.

નારણપુરા ટેલીફોન એક્ષચેન્જ પાસે રહેતી પાયલ(નામ બદલ્યં છે) કોલેજ જવા જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડથી બસમાં જતી હતી. છેલ્લા 15 દિવસથી એક યુવાન તેને એક ધાર્યુ જોયા કરતો હતો. આ અંગે પાયલે તેના માતા-પિતાને ફરિયાદ કરી હતી.એક દિવસે પાયલે તેના પિતાને ફોન કરતા તેમણે 181 હેલ્પલાઈન અને મામાને ફોન કરવા કહ્યું હતંુ. જેથી પાયલે તે બંનેને ફોન કર્યો હતો. જેથી પાયલના મામા ત્યાં આવી પહોંચતા પાયલ સાથે હાજર તેના મિત્રો - બહેનપણીઓ અને મામાએ ભેગા મળી તે છોકરાને પકડી લીધો હતો.

જ્યારે પાયલના પિતાએ તેની હરકતો વિશે તેના માતા-પિતાને જાણ કરતા નંબર માંગ્યા હતા. જેથી તેણે ગાળો આપી ધમકી આપી હતી. દરમિયાનમાં 181 ની ટીમ આવતા અર્જુન સોલંકીને ઝડપી લીધો હતો. આ અંગે પાયલના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અર્જુન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

યુવતીએ પિતા અને 181 હેલ્પલાઇનને જાણ કરી બોલાવતા પોલીસે યુવકની ધરપકડ કરી

15 દિવસથી યુવતીને પરેશાન કરી રહ્યો હતો



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2HVinm6

Comments