આજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા


લીલા મજુમદાર

આજે વિશ્વ વારસાના નગર અમદાવાદ નગરનો જન્મ દિવસ (ઇ.સ.1411), મજૂર નેતા શ્યામાપ્રસાદ વસાવડા, નિર્માતા મનમોહન દેસાઈ, સાહિત્યકાર વિક્ટર હ્યુગો અને બંગાળી બાળસાહિત્યકાર લીલા મજુમદારનો જન્મદિવસ અને વિનાયક સાવરકર, દેશના પહેલા મહિલા ડોક્ટર આનંદીબાઈ જોશી અને સાહિત્યિક પત્રકારત્વના ઐરાવત ચાંપશીભાઈ ઉદેશીની પુણ્યતિથિ છે. લીલા મજુમદારનો જન્મ કોલકાતામાં થયો પણ તેમનો શૈશવકાળ શિલોંગમાં વીત્યો હતો. 1919માં કોલકાતા આવ્યાં મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં બીજા નંબરે ઉતીર્ણ થયાં એ જ રીતે બીએ અને એમએની પરીક્ષાઓમાં કોલકાતા યુનિ.માં પ્રથમ ક્રમે પાસ થયાં હતાં. અભ્યાસ પછી દાર્જીલિંગમાં શિક્ષક તરીકે જોડાયા પણ કવિવર ટાગોરના નિમંત્રણથી શાંતિનિકેતન સ્કુલમાં જોડાયાં. ઘણો સમય ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું. સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમનું ફોકસ મોટેભાગે બાળ કોમેડી, જાસૂસી કથા, ભૂતકથાઓ, રસોઈ અને પુખ્ત નવલકથા પર રહ્યું છે. બંગાળમાં ટાગોર પરિવારના સાહિત્ય સર્જન ક્ષેત્રે દબદબા વચ્ચે લીલા મજુમદારના પરિવારે બાળસાહિત્યનો પાયો નાંખ્યો હતો. 5 એપ્રિલ 2007ના રોજ તેમનું અવસાન થયું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - today39s history prof arun vaghela 055006


from Divya Bhaskar https://ift.tt/391VXvn

Comments