સેટેલાઈટમાં કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવી


સેટેલાઈટમાં કચરના ઢગલામાંથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીને જંતુઓએ કોતરી નાખી હોવાથી બાળકીનું મોત નિપજ્યું હતું.

સેટેલાઈટ રાજીવનગર વિભાગ - 4 યમુના ટેનામેન્ટની સામેના ખુલ્લા પ્લોટની દીવાલને અડીને કચરાના ઢગલામાં એક તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં પડી હતી. સ્થાનિક રહીશ અશ્વીનભાઇએ બપોરે 4.33 વાગ્યે આ બાળકીને જોઇને પોલીસને જાણ કરી. પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.પી.ચૌધરી એ જણાવ્યું હતું કે, બાળકીના શરીર ઉપર પણ કશું ઓઢાડવામાં આવ્યું ન હતંુ અને તેના શરીર ઉપર ઈજાના નિશાન હતા તેમજ તેના શરીરને કીડાઓએ કોતરી ખાધું હતંુ. જો કે બાળકીના માતા - પિતાની ભાળ મેળવવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવા જરૂરી નમૂના એફએસએલમાં મોકલી દેવાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2vqDPwA

Comments