બોપલમાં DPS સ્કૂલ પાસે કચરાનાં ઢગલામાં આગ


બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલ પાસે કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જોકે આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ નજીકમાં ઉભેલી ગાયોમાંથી 10 ગાયને સલામત રીતે સ્થાનિકોએ બહાર કાઢી હતી. રાત્રે 10 વાગ્યાની આસપાસ લાગેલી આગ પર મોડી રાત્રે 1 વાગ્યા સુધી પણ કાબૂમા આવી શકી નથી.

ડીપીએસ પાસે આવેલા કચરાના ઢગલામાં મોડી રાત્રે 10:45 કલાકે ફાયર વિભાગને આગ લાગી હોવાની જાણ થતા તાત્કાલિક અસરથી 3 ફાયર ફાઇટર સાથે 10 લોકોની ટીમ આગ બૂઝાવવા માટે રવાના કરવામાં આવી હતી. કચરાના ઢગલામાં આગ લાગી હોવાથી આગ ધીમે ધીમે પ્રસરી રહી છે. આ અંગે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, પરતું આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો ન હોવાથી વધારે ફાયર ફાઈટરની ટીમ આગ બૂઝાવવાની કામગીરીમાં લગાવાશે. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા સવારે 4 વાગ્યા સુધીનો સમય પણ લાગી શકે છે. જોકે આગ ક્યાં કારણોસર લાગી હતી તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

આગ પર કાબૂમાં મેળવવા પ્રયાસો, કચરાના કારણે મોડી રાત્રે 1 વાગ્યા સુધી આગ બેકાબૂ

સ્થાનિકોએ 10 ગાયને સુરક્ષિત બચાવી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32tHQN3

Comments