ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી સર્ટિફિકેટ કોર્સ ઈન ફ્રન્ટ ડેસ્ક એસોસિએટ્સ અને સર્ટિફિકેટ સર્ટિફિકેટ કોર્સ ઈન ટ્રાવેલ કન્સલ્ટન્ટ શરૂ કરવામાં આવશે. જીટીયુના સેન્ટર ફોર કન્ટિન્યુઈંગ એજ્યુકેશન દ્વારા 25મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ઓફ લાઈન સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે.
આ કોર્સની તાલીમ પામેલા ઉમેદવારો ઓફિસમાં રિસેપ્શનિસ્ટ અને વિવિધ સ્થળોની મુલાકાતે આવતા ટૂરિસ્ટ સાથે સુસંગતતા તથા તેઓને ટૂરિસ્ટ સ્પોટ્સની જરૂરી માહિતી પૂરી પાડશે. રોજગારલક્ષી તાલીમ પામેલા જાણીતા નિષ્ણાતો દ્વારા બન્ને કોર્સના વાસ્તવિક મુદ્દાઓની માહિતી આપવામાં આવશે, જેમાં દરેક બેચદીઠ 50 વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા રહેશે.
અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછીથી પ્લેસમેન્ટની બહોળી તકો છે. વિદ્યાર્થીઓને આ કોર્સની વિસ્તૃત વિગતો જીટીયુની વેબસાઈટ પરથી મેળવી શકશે. પ્રાથમિક ધોરણે તમામ કોર્સ ચાંદખેડા સ્થિત જીટીયુ કેમ્પસમાં શરૂ કરવામાં આવશે. જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવનારા આ બંને કોર્સમાં વિવિધ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જ્યારે 25 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી 15 દિવસ ઓફલાઇન સર્ટિફિકેટ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે.
ટૂરિસ્ટ સ્પોટનું માર્ગદર્શન પૂરું પડાશે
આજથી 15 દિવસનો સર્ટિ. કોર્સ શરૂ થશે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c6YyGs
Comments
Post a Comment