GTUની એક્ઝામની તારીખ નક્કી કરવા માર્ચમાં બેઠક મળશે


જીટીયુની સમર એક્ઝામિનેશનની તારીખો નક્કી કરવા 7 માર્ચ સુધીમાં સર્વોચ્ચ સત્તામંડળ ડીનની બેઠક મળશે. કુલપતિ ડો. નવીન શેઠના અધ્યક્ષપદે મળનારી વિવિધ ફેકલ્ટીના ડીનોની બેઠકમાં પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાશે. ચાંદખેડા સ્થિત જીટીયુ કેમ્પસના હોલમાં યોજાનારી બેઠકમાં ડિપ્લોમા, ડિગ્રી એન્જિ.-ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિદ્યાશાખાના ડીન ઉપસ્થિત રહેશે, જેમાં કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી બાબતો અંગેનો મહત્વપૂ્ર્ણ નીતિ વિષયક નિર્ણયો લેવાશે. આ સાથે સાથે જીટીયુની પરીક્ષાઓની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2I2GIq0

Comments