રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી કે જે એચઆઈવી પોઝિટિવ છે તેના સેમ્પલ લઈને રિપોર્ટ કરાવાતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના એડિશન ડિરેક્ટર ડો. દીક્ષિતે આ મામલાને ગંભીરતાથી લીધો છે તેમના જણાવ્યા અનુસાર તેઓ પોઝિટિવ દર્દીનો નેગેટિવ રિપોર્ટ આવવો તે ગંભીર છે, પણ હકીકત શું છે તે જાણવા માટે હોસ્પિટલ તંત્ર પાસેથી વિગતો મગાવશે તેમજ તપાસ કરાવશે. બીજી તરફ ડો.મનીષ મહેતાએ માઈક્રોબાયોલોજી વિભાગના એચઓડી ડો. પ્રકાશ મોદી સહિતની ટીમ સાથે સવારમાં જ બેઠક કરી હતી પણ આ મામલે શું તપાસ કરવામાં આવશે તેનો ઈનકાર કર્યો હતો.
રોજ 250 રિપોર્ટ, નેગેટિવની ખરાઈ નહીં
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજના 200થી 250 રિપોર્ટ નીકળે છે. આ તમામ રિપોર્ટ પૈકી 5 ફેબ્રુઆરીએ એક પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગટિવ આવ્યો છે. આવા કેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હશે તેનો આંક પણ લગાવવો મુશ્કેલ છે. કારણ કે, જો કોઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો ખરાઈ માટે બીજા રિપોર્ટ થાય છે પણ નેગેટિવ રિપોર્ટ આવે તો પછી ખરાઈની જરૂર રહેતી નથી.
દર્દીને આખો દિવસ જવાબ જ ન મળ્યો
એચઆઈવી પોઝિટિવ દર્દી સિવિલ હોસ્પિટલમાં જ દાખલ થયા હતા અને રિપોર્ટ પણ નેગેટિવ જ આવ્યો હતો. જો કે આખો દિવસ તે હોસ્પિટલ રહ્યા બાદ પણ કોઈ ડોક્ટરે તેને એક પ્રશ્ન પણ ન પૂછ્યો કે શા માટે તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો, તેમજ નેગેટિવ આવ્યો કે નહીં. કોઇ જવાબ ન મળતા દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતા રહ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2HU50Cy
Comments
Post a Comment