હવે વોટ્સએપ ડેટા પરથી IT કરચોરી પકડશે, પાન નંબરને આધાર કાર્ડ સાથે લિન્ક કર્યું હોવાથી સરળતા

કેતનસિંહ રાજપૂત, અમદાવાદઃ તાજેતરમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે શંકાસ્પદ બિઝનેસમેન, વીવીઆઇપી અને નેતાઓના ગેરકાયદે રોકાણ અને બેનામી સંપત્તિ શોધી કાઢવા વોટ્સએપ ડેટાની ચકાસણી શરૂ કરી છે. બિઝનેસમેન, નેતાઓ, વીવીઆઇપી અને સેલિબ્રિટી બેનામી રોકાણોની વોટ્સએપ કોલ અને વોટ્સએપ મેસેજ પર ચર્ચા કરતા હોય છે. આવા મેસેજિસ અને ચર્ચાને પકડી પાડવા માટે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે વોટ્સએપના ડેટા વેરિફાઇ કરવાનું શરૂ કર્યું છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ રેડ પાડીને કે સર્ચ ઓપરેશન હાથ ધરી મોબાઇલ કબજે કરી વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાની માહિતી કોપી કરી લેશે.

ડેટા ટ્રેકિંગ સરળ બન્યું
અત્યાર સુધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવા શંકાસ્પદ વ્યવહારોની માહિતી મેળવવા માટે રેગ્યુલર બિઝનેસ ટ્રાન્ઝેકશનને ધ્યાનમાં લેતું હતું. પરંતુ આવા વ્યવહારો માટે વોટ્સએપનો ઉપયોગ મોટાપાયે થતો હોવાનું ઈન્કમટેક્સની જાણમાં આવ્યું છે. અત્યાર સુધી આ ડેટાની કોઈ ચકાસણી થતી ન હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્ર્કચર કંપનીઓ અને બિઝનેસમેન ઉપર રેડ પાડતા પહેલા તેમના વોટ્સએપ ડેટા અને ઇમેઇલ ચેક કરવાના કારણે ડિપાર્ટમેન્ટને તેમને કરેલા રોકાણો અને વિદેશ યાત્રાઓ, મોંઘા વ્હીકલ, ઇવેન્ટ અને ફોરિન ટ્રાન્ઝેકશનની વિગતો મેળવે છે. વધારામાં સરકારે પાન નંબરને આધાર કાર્ડ સાથે જોડી દેતા જે કરદાતા મોબાઇલ નંબર લેતા હોય છે તેને પણ આધાર નંબર સાથે જોડવામાં આવે છે. જેથી ડિપાર્ટમેન્ટ દ્વારા મોબાઇલ પરનો ડેટા ટ્રેક કરવો સરળ બની ગયો છે. આવા ડિપાર્ટમેન્ટને એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સેલિબ્રિટી, બિઝનેસમેને પોતાનો મોબાઇલ નંબર ચેન્જ કરી રહ્યાં છે. જેથી આવા વ્યવહારો અને ટ્રાન્ઝેકશન ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં ન આવે. ઘણી જગ્યો ડિપાર્ટમેન્ટને બિઝનેસમેને દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઇલ નંબર તેમના ડ્રાઇવર અને સ્ટાફના નામે હોય છે. આમ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે રેડ કે સર્ચની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આવા લોકોના ઇ-મેઇલ એકાઉન્ટ, વોટ્સએપ એકાઉન્ટ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટને પણ ધ્યાનમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ બિઝનેસમેને અને તેમના કન્સલ્ટન્ટ વચ્ચેના વ્યવાહોના મેસેજની પણ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે. જેથી આવા વ્યવહારોને પકડી શકાય.

ડેટા મેળવવા માટે એફએસએલની મદદ લેવાશે
ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે કોઇ સર્ચ કે સર્વેની કાર્યવાહી કરવામાં આવે ત્યારે શંકાસ્પદ નંબરોના મોબાઇલ અને હાર્ડડિસ્ક જપ્ત કરવામાં આવે છે. જેને એફએસએલની મદદથી પૂરો ડેટા રિકવર કરવામાં આવે છે અને આવા ડેટા શોધવામાં આવે છે. હવે ડિપાર્ટમેન્ટ દ્વારા સ્માર્ટ રીતે ઇન્વેસ્ટીગેશન કરવાનું શરૂ કરવામાં આવી રહ્યું હોવાથી કરદાતાઓના વોટ્સએપ ચેક કરવા જરૂરી બન્યા છે.

નિકાસકારોને ખોટી ITC પરત કરવા નોટિસ
તાજેતરમાં સીબીએસસીએ પરિપત્ર કરીને જે કોઇ નિકાસકારો દ્વારા માલ નિકાસ કરવામાં આવ્યો હોય અને તેના પરના મળતા નિકાસના લાભો લીધા હોય. પરંતુ વોરંટી કે ડિફોલ્ડના કારણે જે માલ રિ-ઇન્પોર્ટ થયો હોયતેવા કિસ્સામાં એકસ્પોર્ટરો દ્વારા લેવામાં આવેલા નિકાસના લાભો પરત કરવા પડે છે. છતાં પણ ઘણા બંધા નિકાસકારોએ કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આ નિકાસના લાભો પરત કર્યા નથી. જેને લઇને સીબીએસસી દ્વારા આવા નિકાસકારોને શોધી કાઢવા તેમજ તેમના દ્વારા લેવામાં આવેલી આઇટીસી તેવા કિસ્સાઓમાં પૂરી ટેકસની રકમ અનેવ્યાજની રકમ પરત લેવા આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇને ડિપાર્ટમેન્ટના ઓફિસરો દ્વારા શનિવારે રજા હોવા છતાં આખો દિવસ આવા નિકાસકારોને શોધી ખાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આયકર ભવન - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/38fjurn

Comments