‘મનની આંખો’થી PM મોદી સાથે સેલ્ફી લીધી, યાદગાર તસવીર બની

પીએમ બોલ્યા... દોસ્ત! થઈ જાય એક સેલ્ફી: પ્રયાગરાજમાં શનિવારે પીએમ નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો વચ્ચે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રજ્ઞાચક્ષુ વિવેકને સ્માર્ટફોન આપ્યો. મોબાઈલ હાથથી સ્પર્શ કરી વિવેક બહુ ખુશ થયો. તો પીએમએ કહ્યું- આનાથી એક સેલ્ફી તો બને છે દોસ્ત. વિવેકે તરત મોબાઈલ કાઢ્યો અને આ ક્ષણ કેમેરામાં કેદ કરી.

ડી.એડ. કરી રહેલો 19 વર્ષનો વિવેક મોબાઈલથી ભણે છે
પ્રયાગરાજનો 19 વર્ષનો વિવેક ત્રિપાઠી બાળપણથી પ્રજ્ઞાચક્ષુ છે તે ડી.એડ. કરી રહ્યો છે. તે મોબાઈલ ચલાવવામાં હોંશિયાર છે. તેનાથી તે ભણે છે એટલું જ નહીં પ્રજ્ઞાચક્ષુ સાથીઓને પણ ખાસ મોબાઈલ એપની મદદ વડે ભણાવે છે.

પ્રયાગરાજમાં ત્રણ વર્લ્ડરેકોર્ડ
પ્રથમ : હાથથી ચાલતી 300 ટ્રાઈસિકલ 1.8 કિ.મી. ચલાવાઈ
બીજું : એક કલાકની અંદર હાથથી ચાલતી 626 ટ્રાઈસિકલ મફત વહેંચાઈ
ત્રીજું : 13 મિનિટમાં 420 વ્હિલચેર 3 લાઈનમાં ચલાવાઈ (સામાજિક અધિકાર શિબિરમાં આ રેકોર્ડ બન્યા)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીએમ સાથે સેલ્ફી


from Divya Bhaskar https://ift.tt/2VA0ul0

Comments