વિદેશથી આવેલા 10 ગુમ,14-15 માર્ચની 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર


પેસેન્જર દુબઈ, શારજાહ, અબુધાબીથી આવ્યા

ફ્લાઈટનું નામ ટ્રાવેલિંગ ટાઈમ ક્યારે અમદાવાદ આવી

ઈન્ડિગો AY-121 દિલ્હીથી અમદાવાદ 12 માર્ચ

એર ઈન્ડિયા-172 યુકેથી અમદાવાદ 13 માર્ચ

સ્પાઈસ જેટ 0334 દુબઈથી અમદાવાદ 14 માર્ચ

EY-288 અબુધાબીથી અમદાવાદ 14 માર્ચ

સ્પાઈસ જેટ-0334 દુબઈથી અમદાવાદ 14 માર્ચ

એર ઈન્ડિયા-191 મુંબઈથી અમદાવાદ 14 માર્ચ

એર અરેબિયા દુબઈથી અમદાવાદ 15 માર્ચ

G-90489 શારજાહથી અમદાવાદ 18 માર્ચ

નોંધ : 14 માર્ચે સ્પાઈસ જેટની પાંચ ફ્લાઈટ દુબઈથી અમદાવાદ આવી હતી.

અમદાવાદ | મ્યુનિ.એ દુબઈ, શારજાહ, મુંબઈ સહિતની ફલાઈટોનું લિસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં વિદેશથી આવેલા 10 લોકો અનટ્રેસેબલ હોવાથી આ યાદી જાહેર કરવામાં આવી છે અને લોકોને અપીલ કરાઈ છે તમારી આસપાસમાં રહેેતા લોકો કે સગાં આ ફલાઈટમાં અમદાવાદમાં આવ્યા હોય તો 104 અથવા 155303 પર ફરિયાદ કરવી.

હાલમાં અમદાવાદ શહેરમાં વિદેશથી આવેલા 924 લોકો હોમ કવોરન્ટાઈનમાં છે. 15 કેસ પોઝિટિવ આવ્યા છે તેમાંથી 13 દર્દીઓ વિદેશની હિસ્ટ્રી ધરાવતા છે અને તેમાં પણ 14 અને 15 માર્ચે જે 11 ફલાઈટ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી તે પૈકીના કેસ વધુ છે. હજુ 10 લોકો શહેરમાં અનટ્રેસેબલ હોવાથી તેમને શોધવા માટે મ્યુનિ.હેલ્થ વિભાગે 11 ફલાઈટોનું લિસ્ટ જાહેર કર્યું છે અને શહેરીજનોને અપીલ કરી છે કે, જો આ ફલાઈટમાં તમારી આસપાસ કે સગાં અમદાવાદ આવ્યા હોય અને હોમ કવોરન્ટાઈન થયા ન હોય તો તે અંગે 104 અથવા મ્યુનિ.ના હેલ્પલાઈન નંબર 155303 પર જાણ કરવી. જેેથી આવા લોકોને તાત્કાલિક કવોરન્ટાઈનમાં ખસેેડી શકાય. જો આ લોકો ક્વોરન્ટાઈનનું પાલન ન કરે અને તેમને કોરોનાનો ચેપ હોય તો તેનો ફેલાવો થઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dy15tW

Comments