-10 ડિગ્રી તાપમાને નમૂનાને 3 કલાક મશીનમાં ફેરવ્યા પછી જો વાઈરસની કોપી બને તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

કુણાલ પેઠે, વડોદરાઃ કોરોનાના ટેસ્ટિંગ માટે એસએસજીમાં જ વિશેષ લેબોરેટરી ફેસિલિટી શરૂ કરાઇ છે. આ લેબોરેટરીમાં કોરોનાનું ટેસ્ટિંગ માત્ર ચાર કલાકમાં જ થઇ જાય છે. હાલમાં આ લેબમાં 1 આસિસ્ટન્ટ પ્રોફેસર, 1 એસો. પ્રોફેસર, 1 ટ્યુટર અને 3 રેસિડન્ટ તબીબો અને 3 ટેક્નિશિન્સની બે ટીમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. મેડિકલ કોલેજના ડીન પ્રો. તનુજા જાવડેકરના જણાવ્યા મુજબ ‘ આ ફેસિલીટમાં 55 રિપોર્ટસ જનરેટ કરાયા છે. કોરોના રિપોર્ટ કાઢવાનો ખર્ચ છ ऒ~6000 થાય છે. જે સ્વાઇન ફ્લુના રિપોર્ટ કરતા સસ્તો છે.’

1. અહીં વાઇરસનો RNA જુદો કરાય છે
બીમાર વ્યક્તિના નાક-ગળામાંથી લીધેલા નમૂનાને આરએનએ એસ્ટ્રેક્શન લેબમાં લઇ જવાય છે. આ નમૂનામાંથી વાઇરસના કોષકેન્દ્રમાં આવેલા રિબો ન્યૂક્લિક એસિડ નામના રસાયણને અલગ કરાય છે.

2. અહી રસાયણો ઉમેરાય છે

પ્રિ-પીસીઆર નામની એક અલાયદા સેક્શનમાં વાઇરસના RNAમાં વિશેષ રસાયણો ઉમેરવામાં આવે છે. આ સેન્સિટિવ ઝોન છે અને તેને આ રસાયણો ઉમેર્યા બાદ તેને બાયો સેફ્ટિ કેબિનેટમાં મૂકવામાં આવે છે. અહીં નમૂનો સલામત રહે છે. પણ ચેપ ન ફેલાય તે માટે વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે. આ સેક્શન પણ અલાયદો હોય છે.

3. નમૂનો સલામત મુકાય છે

4. વાઇરસના RNAની કોપી બને છે

આરએનએને વિવિધ રસાયણોમાં નાંખ્યા બાદ -10 ડિગ્રી તાપમાને ક્રાયોસેન્ટ્રિફ્યુઝ મિક્સરમાં દ્રાવણને ફેરવવામાંઆવે છે. આ પ્રોસેસ 3 કલાક ચાલે છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસની કોપી બને છે.

5. ડિટેક્ટરમાં અંતિમ પરિણામ જાહેર કરે છે

ક્રાયોસેન્ટ્રીફ્યુઝ મશીનમાંથી નીકળેલાનમૂનાને સીધા જ અેપ્લાઇડ બાયોસિસ્ટમના ડિટેક્ટરમાં મૂકવામાં આવે છે. જેને પોલીમર રિયલ ટાઇમ રિડર પણ કહેવાય છે. જો નમૂનો પોઝિટિવ હોય તો વાઇરસના RNAની કોપીઓ બની ચૂકી હોય છે. તેનો મોનિટર પર ગ્રાફ જનરેટ થાય છે. જો સીધી લીટી આવે તો રિપોર્ટ નેગેટિવ હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અહીં વાઇરસનો RNA જુદો કરાય છે


from Divya Bhaskar https://ift.tt/3bAV5i2

Comments