1000 રૂપિયામાં તૈયાર થઇ શકે તેવા વેન્ટિલેટરનું સંશોધન, પીફ મહત્ત્વનું પરિબળ બની રહેશે

રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને દરરોજ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના એક સંશોધક મનન ગલ અને તેની ટીમે માત્ર રૂ.1000માં તૈયાર થઇ શકે તેવું સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કર્યું છે. આ સ્વદેશી વેન્ટિલેટર દર્દીઓને જ્યારે ફેફસાંનો રોગ થાય કે કોરોના થાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય અને મેડિકલ ટ્રીટમેન્ટ માટે ઓક્સિજન બહારથી આપવો પડે ત્યારે ઉપયોગી થાય તેવું હોવાનો દાવો કરાયો છે.

નાના મીટરની મદદથી સસ્તામાં મશીન તૈયાર થશે
ફિઝિક્સ ભવનના પ્રોફેસર ડો.નિકેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે વેન્ટિલેટર ન હતા ત્યારે હોસ્પિટલમાં સિરિયસ હોય તેવા દર્દીને અમ્બુજ બેગ મારફત 72 કે તેથી વધુ વખત પ્રેસ કરી ઓક્સિજન અપાતો હતો અને હજુ પણ પેશન્ટને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે ત્યારે અથવા લેબોરેટરીમાં અમ્બુજ બેગનો ઉપયોગ થાય છે. જ્યારે જૂનાગઢના મનન ગલ અને તેની ટીમે હાલના વેન્ટિલેટરની મોટી ડિમાન્ડને પહોંચી વળાય તે માટે ઓછા ખર્ચે અદભુત શોધ કરી છે. મનન ગલે સ્ટેપર મોટર, અમ્બુજ બેગ, સ્મોલ ફેન તથા નાના મીટરની મદદથી રૂ.1000માં જ તૈયાર કરી શકાય તેવા સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કર્યા છે. આ વેન્ટિલેટર દર્દીને જ્યારે કોરોનાની બીમારીના કારણે કે અન્ય કોઇ બીમારીના કારણે શ્વાસ લેવાની તકલીફ થાય અને બહારથી ઓક્સિજન આપવો જરૂરી બને ત્યારે બહારથી ઓક્સિજન આપવા માટે ઉપયોગી બની શકે છે અને તેમાં પ્રેસરનું પણ કંટ્રોલ કરી શકાય છે. વેન્ટિલેટર માત્ર રૂ.1000માં તૈયાર થઇ શકે છે અને તેમાં જો ટેક્નિકલ વ્યક્તિની મદદથી ચકાસણી કર્યા બાદ સફળતા મળે તો લાખોની સંખ્યામાં તેનુ ઉત્પાદન શક્ય બની શકે તેમ છે.

સારું સંશોધન છે સ્ટડી કરવાની જરૂર
સંશોધકે આ મશીનમાં સારી મહેનત કરી છે. કોરોનાના દર્દીને આ મશીનમાં કઈ રીતે રખાય તેના માટે મશીનના પીફ સહિતની વિગતો ચકાસવી પડે આ માટે મશીનમાં પ્રેક્ટિકલ સ્ટડી કરવું પડે. ખાસ કરીને પીફ કે જે મહત્ત્વનું પરિબળ છે. સ્ટડી કર્યા બાદ ઉપયોગી બની રહેશે. - ડો. તેજશ કરમટા, સેક્રેટરી, આઈએમએ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
યુનિ.ના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થી તનતોડ મહેનત કરી રહ્યા છે.


from Divya Bhaskar https://ift.tt/33YXuko

Comments