દેશમાં હવે 1008 ચેપગ્રસ્ત, 4 દિવસમાં દેશના વધુ 3 રાજ્ય ચેપની લપેટમાં

નેશનલ ડેસ્કઃ કોરોના વાઇરસના ચેપથી બચવા માટે દેશ 4 દિવસથી લૉકડાઉન છે. આ દરમિયાન દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1008 થઇ ગઇ, જે લગભગ બમણી છે. 24 માર્ચે દેશમાં કુલ 569 દર્દી હતા. શનિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 200 કેસ સામે આવ્યા. મહારાષ્ટ્ર દેશમાં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. ત્યાં 210 દર્દી થઇ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે 4 દિવસમાં જ આ આંકડો 130%ના દરે વધ્યો છે. સૌથી વધુ 5 મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ બીજા ક્રમે છે, જ્યાં દર્દીઓની સંખ્યા 187 થઇ ચૂકી છે. ત્યાં દર્દીઓની સંખ્યા 89%ના દરે વધી. જોકે, દર્દીઓને બચાવવામાં કેરળ સારી સ્થિતિમાં છે. ત્યાં માત્ર 1 દર્દીનું મોત થયું છે.

  • સૌથી વધુ 210 દર્દી મહારાષ્ટ્રમાં, 4 દિવસમાં આંકડો 130% વધ્યો
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5 મોત, 4 દિવસમાં 150%નો વધારો
  • દેશમાં 80 દર્દી સાજા થયા, આ આંકડો પણ 98% દરે વધ્યો
  • હરિયાણામાં દર્દીઓ સાજા થવાની સૌથી સારી સરેરાશ 26%
  • ગાઝિયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર શનિવારે બપોરે ભીડ ભેગી થવા લાગી
  • કેરળમાં 187 પોઝિટિવ કેસ, પ્રથમ મોત નોંધાયું
  • દેશમાં 24 માર્ચ સુધી 569 દર્દી હતા, 28 માર્ચે 77% વધી ગયા

દેશભરમાં ડોક્ટરોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે

દરમિયાન આરોગ્ય મંત્રાલયે શનિવારે એવી માહિતી આપી હતી કે મંત્રાલય કોરોના વાઈરસના ઈલાજ માટે દેશભરમાં ડોક્ટરોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથે જોડાયેલ કોઈ પણ ડોક્ટરને જરૂર પડવાના સંજોગોમાં એમ્સના ડોક્ટર કોઈ પણ સમયે વિડિયો કોલ મારફતે મદદ કરે છે. એમ્સમાં આ માટે એક સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. બીજીબાજુ કેન્દ્રીય ઉર્જા પ્રધાન આરકે સિંહે કહ્યું છે કે દેશભરમાં 30 જૂન સુધી વીજળી પુરવઠો 24 કલાક જારી રહેશે. જો રાજ્યોમાં પુરવઠો પૂરી પાડતી કંપનીઓની ચુકવણી બાકી હોય તો પણ વીજળી ઉત્પાદક કંપનીઓ આ પુરવઠો નિયંત્રિત નહીં કરી શકે.

ટ્રેનના ડબ્બામાં આઈસોલેશન કોચ બનાવવાની તૈયારી

આ સંક્રમણનો સામનો કરવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે. ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન કોચ તરીકે તબદિલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દિલ્હી ડેપોમાં એક પ્રોટોટાઈપ તૈયાર થઈ રહ્યો છે. તેમા 6 બર્થવાળા ભાગમાંથી એક બાજુ મીડલ બર્થ અને સામે ત્રણ બર્થ છે. આ હિસ્સામાં એક દર્દીને રાખવામં આવશે. તેનાથી દરેક દર્દી વચ્ચે પર્યાપ્ત અંતર રહેશે. રેલવેએ કહ્યું છે કે મંજૂરી મળતા જ દરેક ઝોનમાં પ્રત્યેક સપ્તાહ 10 ડબ્બાને આઈસોલેશન કોચમાં બદલવામાં આવશે.

રાજ્યોની સ્થિતિ

રાજસ્થાનઃરાજસ્થાનમાં શનિવારે કોરોના વાઈરસના સંક્રમણના ચાર કેસ સામે આવ્યા છે. અજમેરમાં 23 વર્ષનો યુવક સંક્રમિત મળ્યો છે. તે તાજેતરમાં જ પંજાબથી પાછો આવ્યો હતો. અજમેરમાં સંક્રમણનો આ પહેલો કેસ છે. ભીલવાડામાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે. જેમાં એક યુવતી અને બે યુવક છે. યુવતી 21 વર્ષની છે. યુવકોની ઉંમર 22 અને 27 વર્ષ છે. ભીલવાડાના ક્લેક્ટર આર ભટ્ટનું કહેવું છે કે જરૂર પડ્યે અમે 15 હજાર લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે તૈયાર છે. સાથે જ રાજસ્થાન સરકારે હિઝરત કરીને જઈ રહેલા અને અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન આવી રહેલા લોકો માટે બસોની વ્યવસ્થા કરી છે. આ બસોને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. જે લોકો અન્ય રાજ્યોના છે યુપી, ગુજરાત સરહદ સુધી મુકવામાં આવી રહ્યા છે. રાજ્યના લોકોનું બોર્ડર પર જ સ્કેનિંગ કરીને તેમને જયપુર લાવવામાં આવી રહ્યા છે.

રેલવે વિભાગેકોરોના વાઈરસ સામે લડવા માટે રેલવેમાં આઈસોલેશન કોચ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. અહીંયા શંકાસ્પદ દર્દીઓને આઈસોલેટ કરવામાં આવશે. દર્દીઓ માટે કેબિન બનાવવા માટે એક તરફ મીડિલ બર્થને હટાવી દેવાયા છે અને દર્દીને બર્થની સામે વાળા ત્રણ બર્થને હટાવી દેવાયા છે. આઈસોલેશન કોચ તૈયાર કરવા માટે બાથરૂમ અને અન્ય ભાગોમાં પણ ફેરફાર કરાયા છે.

છત્તીસગઢઃઅહીંયા રાજ્ય સરકારે દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે 100-100 બેડ અને મેડિકલ કોલેજમાં સારવાર માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 370 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં 6 કોરોના પોઝિટિવ મળ્યા છે. પોલીસ જરૂરી ચીજ વસ્તુઓનો કાળા બજારમાં વેપાર કરનારાઓ પર કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે, ફળ, શાકભાજી દૂધની આપૂર્તિ ઘઉંનો કાપ, ધાન ખેતીમાં લાગેલા ખેડૂતો-મજૂરોને રોકવા ન જોઈએ. તેમના કામના વખતે સોશ્યલ ડિસ્ટેસિંગ વિશે જણાવવામાં આવે.

ઉત્તરપ્રદેશઃકોરોના વાઈરસના કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉનનો ચોતો દિવસ છે. વાઈરસના જોખમના કારણે રોજગાર તથા ખોઈ ચુકેલા મજૂરોને હવે જમવાની ચિંતા થઈ રહી છે. મહાનગરોને છોડીને પગપાળા જ તેઓ પોતાના ગામ તરફ થઈ જવા માંડ્યા છે. ન જમવાની વ્યનસ્થા, ન રાતવાસો કરવાનું કોઈ ઠેકાણું છે. એક અજાણ્યા ભયમાં દરેક તેમના ગામ તરફ ચાલતા જઈ રહ્યા છે. ઘણા સ્થળો પર શાકભાજી મંડીથી માંડી કરિયાણાની દુકાનો પર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે. તેને નિયંત્રિત કરવા પોલીસને તહેનાત કરાઈ છે.

ઝારખંડઃકોરોના વાઈરસના કારણે 21 દિવસોના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. ઝારખંડના રાંચી, જમશેદપુર અને ધનબાદ સહિત ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. લોકોમાં પણ હજુ કોરોના અંગેની સતર્કતા ઓછી જોવા મળી રહી છે. લોકો બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે. બજારમાં 10માંથી 4 વ્યક્તિ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટેસિંગ અંગે પણ જાગૃતત્તા નથી. બજારોમાં દરરોજની જેમ ભીડ એકઠી થઈ રહી છે,

હરિયાણાઃપોલીસ લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકો પણ તેનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યના ઘણા વિસ્તારોમાંથી શાકભાજી અને રાશનમાં ભાવવધારાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, કંટ્રોલ રૂમમાં આ પ્રકારની ફરિયાદો સતત આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન પણ નથી કરી રહ્યા. રોહતક, કરનાલ અને પાનીપત સહિત અન્ય શહેરોમાં લોકડાઉનનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ લોકોનું ચલણ કાપી રહી છે.

મધ્યપ્રદેશઃ કુલ સંક્રમિત-34જબલપુરમાં વધુ બે લોકોનો કોરોના તપાસ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો. બન્ને નવા દર્દી પહેલાથી સંક્રમિત સરાફા વ્યાપારીના ત્યાં કામ કરતા હતા. હવે જબલપુરમાં 2, ઈન્દોરમાં 16, ભોપાલમાં 03, શિવપુરીમાં 2, જબલપુર 8, ગ્વાલિયરમાં 2પોઝિટિવ છે.
રાજસ્થાન; કુલ સંક્રમિત-54રાજ્યમાં શનિવારે કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા હતા. ભીલવાડામાં સૌથી વધારે 23દર્દી છે. ભીલવાડાના ક્લેક્ટર આર ભટ્ટનું કહેવું છે કે 13 હજાર બેડ લગાવવા માટે પણ સ્થળ બતાવાયું છે. જરૂર પડશે તો અમે 15000 લોકોને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ.

મેઘાલયમાંમુખ્યમંત્રી સંગમા રસ્તા પર ઉતર્યા, લોકોને સોશ્યલ ડિસ્ટેસિંગ બનાવવાની અપીલ કરી
મહારાષ્ટ્રથીપ્રવાસી મજૂર હિઝરત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું- અહીંયા રહો, અમે તમારું ધ્યાન રાખીશું

ઉત્તરપ્રદેશ;કુલ સંક્રમિત-61 રાજ્યમાં આજે 12 કેસ સામે આવ્યા છે.ત્યારબાદ 9કેસ લખનઉમાં સામે આવ્યા છે.દિલ્હીની આસપાસના રાજ્યના ગાઝિયાબાદમાં મજૂરોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોતાના ઘર સુધી પહોંચવા માટે કોઈ સાધન મળી રહ્યું નથી.

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-154નવી મુંબઈ વિસ્તાકમાં એક બાળકમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. જેની સાથે શહેરમાં હવે સંક્રમતોની સંખ્યાનો આંકડો 8એ પહોંચ્યો છે. સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 154 કેસ સામે આવી ચુક્યા છે. શુક્રવારે પોઝિટિવ મળેલા 29 દર્દીમાંથી માત્ર 15 સાંગલીના છે. સાંઘલીના દર્દી પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના સંપર્કમાં હતા.

છત્તીસગઢઃ કુલ સંક્રમિત-6જેમાંથી પાંચ કેસ બુધવારથી ગુરુવાર વચ્ચે સામે આવ્યા. આ સાથે જ રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન ખેડૂતોને મંડીથી ખાલી સાધન લઈને પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આદેશ આપ્યો છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ.

બિહાર, કુલ સંક્રમિત-9રાજ્યમાં વધુ બે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી એક સિવાનનો રહેવાસી છે, જે તાજેતરમાંથી જ દુબઈથી પાછો આવ્યો હતો. બીજો નાલંદાનો છે તે પણ વિદેશથી આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણના નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે આ લોકોએ દેશ બહાર કોઈ યાત્રા કરી નથી.

આંધ્રપ્રદેશ; કુલ સંક્રમિત-13આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ગુંટૂરમાં બે લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અહીંયા હવે પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બન્ને લોકો બે અન્ય કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ પહેલા વધુ એક સંક્રમિત મળ્યો હતો. તે 17 માર્ચે બ્રિટનથી પાછા આવેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ મુંબઈમાં શનિવારે શાકભાજી બજારમાં લોકોની ભીડ ઉમટી હતી


from Divya Bhaskar https://ift.tt/2QT4nhQ

Comments