પાકિસ્તાનથી આવેલો 12 વર્ષનો સાબીહ હાર્ટસર્જરી કરાવી પરત ફર્યો, પિતાએ કહ્યું - ‘ભારતે દિલ જીતી લીધું, પ્રેમ અને પૂરો સહકાર મળ્યો’

ઇસ્લામાબાદથી ભાસ્કર માટે હનીન અબ્બાસઃ જમ્મુ-કાશ્મીરમાંથી ગત વર્ષે કલમ 370 હટ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તંગદિલી વ્યાપેલી છે પણ ગયા અઠવાડિયે અટારી સરહદે બન્ને દેશની સરકારોએ 12 વર્ષના એક છોકરા માટે બધા જ પ્રોટોકોલ તોડી નાખ્યા, દુશ્મની ભૂલાવી દીધી. વાત એમ છે કે કરાચીનો રહેવાસી 12 વર્ષીય સાબીહ શિરાજ હાર્ટ સર્જરી માટે 18 ફેબ્રુઆરીએ તેના માતા-પિતા સાથે નોઇડા સ્થિત જે. પી. હોસ્પિટલમાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીએ તેની સર્જરી થઇ. 16 માર્ચ સુધી તેને ઓબ્ઝર્વેશન માટે હોસ્પિટલમાં રખાયો અને 18 માર્ચે રજા આપી દેવાઇ. ત્યાર બાદ ત્રણેય હોસ્પિટલેથી અટારી સરહદે પહોંચ્યા. સાબીહના પિતા શિરાજ અરશદે ભાસ્કરને જણાવ્યું કે સરહદ પાર કરવા મેં અધિકારીઓ પાસેથી બહુ મદદ માગી. મેં તેમને મારા દીકરાની હાર્ટ સર્જરી વિશે પણ જણાવ્યું પરંતુ તેમણે મારી એકેય વાત ન માની, કેમ કે પાકિસ્તાની અધિકારીઓએ 40 કાશ્મીરી છોકરીઓને ભારત મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ પાકિસ્તાનના એક પત્રકાર સાથે વાત કરી અને તેને આપવીતી જણાવી. તે પત્રકારે અમૃતસરના પત્રકાર રવિન્દર સિંહ સાથે વાત કરી સાબીહ અને તેના પરિવારની મદદ કરવા અનુરોધ કર્યો. રવિન્દર અમને અમૃતસર લઇ ગયા અને અમારા માટે ત્યાં પોતાના ઘરે જ રોકાવાનીસગવડ કરી.

ભારતીય અધિકારીઓએ સ્પેશિયલ પાસ જારી કર્યા
- બીજા દિવસે રવિન્દરે અટારી સરહદે ફસાયેલા સાબીહના પરિવારની મદદ માટે ભારતીય અધિકારીઓ સાથે વાત કરી. પછી પાક. વિદેશ મંત્રાલયે હાઇ કમિશનને પરિવારની મદદનો આદેશ કર્યો. ભારતીય અધિકારીઓએ સાબીહ અને તેના પરિવાર માટે સ્પેશિયલ પાસ જારી કર્યા.

ભારત એક મહાન રાષ્ટ્ર, હું સૌનો આભારી છું
- શિરાજે જણાવ્યું કે 20 માર્ચે અમે સરહદે પહોંચ્યા તો ભારતીય અધિકારીઓએ અમને પ્રોટોકોલ સાથે સરહદ પાર મોકલ્યા. તેમના સહકારથી અમે ઘરે પહોંચી શક્યા. હું સૌનો આભારી છું. અમે 20 દિવસ સુધી ભારતમાં રહ્યા અને અહીં બધાએ અમને પ્રેમ-સહકાર આપ્યો. ભારત મહાન રાષ્ટ્ર છે.

સાબીહના પિતા શિરાજ અરશદે પાકિસ્તાનમાં જવા માટે ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓને ઘણી આજીજી કરી, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. શિરાજે ભાસ્કરને જણાવ્યું હતું કે બોર્ડર ક્રોસ કરવા માટે મેં અધિકારીઓ પાસે ઘણી મદદ માંગી હતી. મેં તેઓને મારા પુત્રની હાર્ટ સર્જરી વિશે પણ જણાવ્યું, પરંતુ તેઓએ મારી વાત ન માની. કારણ કે પાકિસ્તાનના અધિકારીઓએ 40 કાશ્મીરી છોકરીઓને ભારત મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.


અટારી બોર્ડર પરના ભારતીય સુરક્ષા અધિકારીઓએ શિરાજને પાકિસ્તાન ઈમિગ્રેશન અધિકારીઓ સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ ત્યાં પણ કોઈએ વાત ન સાંભળી. ત્યા પછી શિરાજે પાકિસ્તાનના પત્રકારને પોતાની આપવીતી સંભળાવી. પાકિસ્તાની પત્રકારે અમૃતસરના પત્રકાર રવિંદર સિંહ રોબિન સાથે વાતચીત કરી સાબીહના પરિવારને મદદ કરવાની અપીલ કરી હતી. ત્યાર પછી રવિંદર અટારી બોર્ડર ગયો. પરંતુ ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા હતા. આથી રવિંદર સાબીહના પરિવારને અમૃતસર લઈને આવ્યો અને પોતાના ઘરમાં રોક્યો.


બીજા દિવસે રવિંદરે અટારી બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. બીજી તરફ પાકિસ્તાનના પત્રકારે પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદ સાથે વાત કરી. ત્યાર પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિતિ પાકિસ્તાન એમ્બેસીને નિર્દેશ આપ્યો કે પાકિસ્તાનના પરિવારને પરત જવામાં તેઓ ભારતીય અધિકારીઓ સાથે વાત કરે. પાકિસ્તાની એમ્બેસીના અનુરોધ પછી ભારતીય અધિકારીઓએ સાબીહના પરિવાર માટે સ્પેશિયલ પાસ કાઢ્યો હતો.


શિરાજ અરશદે ફોન ઉપર ભાસ્કરને જણાવ્યું હતું કે ગુરુવાર રાત્રે (19 માર્ચ)એ જ્યારે અમે રવિંદરના ઘરે પહોંચ્યા તો અમને ભારત સ્થિતિ પાકિસ્તાની એમ્બેસીનો ફોન આવ્યો હતો કે કાલે બપોરે તમારે અટારી બોર્ડર પહોંચવાનું છે. બીજા દિવસે અમે અટારી બોર્ડર પહોંચ્યા તો ભારતીય અધિકારીઓએ અમને સ્પેશિયલ પાસ આપી પાકિસ્તાનમાં જવા દીધા હતા. મુશ્કેલ સમયમાં તેની મદદ કરનાર દરેકનો તેઓએ આભાર માન્યો હતો. ડોક્ટર, સ્ટાફ અને હોસ્પિટલ મેનેજમેન્ટે અમારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. 20 દિવસ ભારતમાં અમને ખુબ પ્રેમ મળ્યો, ભારત મહાન દેશ છે તેણે અમારા દિલ જીતી લીધા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India-Pakistan breaks protocol for 12-year-old child, Pakistan-based child returns after heart surgery, father says


from Divya Bhaskar https://ift.tt/2JjuYjM

Comments