ખજોદ, ડુંડી, બમરોલી અને ભીમરાડમાં 1 હજાર લિટર દવાનો છંટકાવ, અન્ય ગામોમાં પણ કરાશે

કોરોના ચેપી વાયરસ કાંઠા વિસ્તારમાં ન ફેલાય તે માટે કાંઠા વિસ્તારના ગામોમાં સ્વખર્ચ દવાનો છટકાવ શરૂ કરવામાં આવ્યો છે. દવાના છટકાવ માટેનીતમામ સાધનસામગી ખજોદના રાજા પરિવારે ફ્રીમાં આપી છે. શરૂઆત ખજોદ ગામથી કરવામાં આવી છે. ખજોદગામમાં ઘરોના ઓટલાથી લઈ આંગણું તેમજવાડા સુધી દવાનો છટકાવ કરવામાં આવ્યો છે. લગભગ 1 હજાર લિટર સેનેટાઇઝર (સોડિયમ હાયપોક્લોરાઇટ)નો છટકાવ કરવામાં આવ્યો હતો. આવી જ રીતેદવાનો છટકાવ ડુંડી, બમરોલી તેમજ મંગળવારે ભીમરાડ ગામમાં કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કાઠા વિસ્તારના બુડિયા, જીઆવ, દીપલી, સોનારી,આભવા, ગવિયર અને મગદલ્લામાં દવાનો છટકાવ કરવામાં આવશે. ઉપરાંત ભીમરાડના સ્થાનીકોએ 60 લિટર પંચામૃત ઉકાળો બનાવ્યો છે. જેમાંગીલોય(લીમડાના ઝાડ પર ઉતરતી વેલ), તુલસીપાન, ફુડીનો, આદું, લીલી હળદર અને કાળા મળીને આ ઉકાળો બનાવી લોકોને પિવડાવ્યો છે.

ગ્રામીણોએ સ્વખર્ચે દવાની વ્યવસ્થા કરી
કોરોનોનો ચેપ કાંઠા વિસ્તારના ગામોમાં ન ફેલાય તે માટે ખજોદ, ડુંડી, બમરોલી અને ભીમરાડના ગ્રામજનોએ સાવચેતી દાખવી સ્વખર્ચે એક હજાર લિટર દવાનીવ્યવસ્થા કરીને છંટકાવ કરવામાં આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હજાર લિટર દવાની વ્યવસ્થા કરીને છંટકાવ કરવામાં આવ્યો હતો


from Divya Bhaskar https://ift.tt/2UzUhEO

Comments