સોલા પોલીસે 2 હજાર શ્રમિક પરિવારોને 7 દિવસ ચાલે તેટલા અનાજની કિટ આપી


કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લૉક-ડાઉનથી સૌથી વધારે અસરગ્રસ્ત શ્રમજીવી પરિવાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પરિવારો રોજ કમાઈને રોજ ખાવાવાળા છે, પરંતુ હાલમાં ધંધા-રોજગાર બંધ હોવાથી તેમને ભૂખે મરવાનો વારો આવ્યો છે.

સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા થલતેજ ગામ, સોલા ગામ, હેબતપુર ગામમાં આવા 2 હજાર શ્રમજીવી પરિવારો રહે છે, જેમને એક ટંકનું જમવાનું પણ નહીં મળતા આખરે તેમને વતન હિજરત કરવાનો વારો આવ્યો હતો. જો કે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજા અને તેમની ટીમે ગુરુવારે આવા 2 હજાર પરિવારોને ઘઉં, ચોખા, દાળ, તેલ તેમ જ મસાલાની તૈયાર કરેલી કિટ આપી હતી, જેમાં તેમના પરિવારના સભ્યોને એક અઠવાડિયાં ચાલે તેટલું અનાજ આપવામાં આવ્યું હતું. આટલું જ નહીં સમયાંતરે પોલીસ દ્વારા આ જ રીતે તેમને અનાજની કિટ મળતી રહેશે તેવી બાંયધરી આપીને તેમને હિજરત કરીને વતન નહીં જવા અને અહીં જ રહેવા સમજાવવામાં આવ્યા હતા.

પોલીસની ટીમે શ્રમિકોને પોતોના વતને પરત ન જવા માટે પણ સમજાવ્યું

ભોજન ન મળતા થલતેજ, સોલા, હેબતપુરના શ્રમિકો હિજરત કરી રહ્યા છે

_photocaption_સોલા પોલીસની ટીમે 2 હજાર શ્રમિક પરિવારોને અનાજની કિટ આપી હિજરત ન કરવા અંગે પણ સમજાવ્યું હતું.*photocaption*



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - sola police gave 2 thousand laborer families enough food kits to last 7 days 055046


from Divya Bhaskar https://ift.tt/2QNHEmZ

Comments