સુરતમાં હોમ ક્વોરન્ટીનમાં રહેનારા એપ પર રિવ્યુ ન આપે તો 25 હજાર દંડ

સુરતઃ હોમ ક્વોરેન્ટીનમાં રાખવામાં આવેલા વ્યકતિ પોતાનો રિવ્યુ એપ પર આપવાનો છે. જો રિવ્યુ નહીં આપે અથવા તો નક્કી કરેલા વિસ્તારમાં ન રહે તો તેમની પાસે દૈનિક 25 હજારનો દંડ વસુલ કરવા પાલિકા કમિશનરે સૂચના આપી છે. આ ઉપરાંત જો કોરાના વાયરસના શંકાસ્પદ વ્યકતિ પાસે સ્માર્ટ ફોન ના હોઇ અને એપ્લીકેશન અપલોડ કરી શકે તેમ ન હોઇ તો સુરત મહાનગર પાલિકાના ખર્ચે મોબાઇલ ફોન આપી તેમની પાસેથી દંડની રકમ વસુલવામાં આવશે. પાલિકા કોરાના વાયરસ સામે લડવા માટે તમામ પગલા લઇ રહી છે. પાલિકા કમિશનરે હોમ ક્વોરેન્ટીનનો સમય પૂર્ણ થવા છતાં તેને વધારાના સાત દિવસ રાખવા આદેશ કર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2ylRXZj

Comments