લોકડાઉનથી ધોલાઈના 28 માછીમારો પોરબંદરમાં ફસાયા


ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તાર લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ માછીમારી કરવા મુંબઇ અને ઓખા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા દરિયામાં ઊંડે માછીમારી કરવા જતાં હોય છે. હાલ સિઝનમાં પણ ઘણા માછીમારો દરિયો ખેડી રોજગરી હેતુ નીકળ્યા હતા. જેમાં ધોલાઈ નજીકના દાંતી, કકવાડી જેવા ગામમાંથી બે મહિના અગાઉ 26મી જાન્યુઆરીએ પોરબંદરે માછીમારી કરવા 28 જેટલા ખલાસી ગયા હતા. જેઓ ત્યાં નાની હોડીમાં બેસી અરબી સમુદ્રમાં અસ્માવતી ઘાટ નજીક ત્રણ-ચાર દિવસની ફિશિંગ એ જતા હતા. ચાર-પાંચ ફિશિંગ બાદ ખર્ચ ગણતરી કરી વધેલા રૂપિયાની વહેંચણી કરાતી હોય છે. જેમાં 50 ટકા હોડી માલિકના અને બાકીના 50 ટકા ખલાસીઓ વચ્ચે વેચાતા હોય છે. જેની ઉપર પોતાનું અને પરિવારનું જીવન નિર્વાહ ચાલતું હોય છે. હાલ થોડા સમય પહેલા તેઓ ત્રીજી ફિશિંગ કરવા નીકળ્યા હતા. દરમિયાન કોરોના વાઈરસના સંક્રમણને રોકવા જનતા કરફ્યૂ અને ત્યારબાદ લોકડાઉનની સ્થિતિ સર્જાતા માછીમારી વ્યવસાય તકલીફમાં મૂકાયો છે. માછીમારી કરવા ગયેલા તમામ 28 ખલાસીઓ દરિયા કાંઠે ખાંજણ વિસ્તારમાં નાની હોડીમાં જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. જ્યાં પ્રાથમિક સુવિધા ખાવા-પીવાની ચીજો વસ્તુઓનો અભાવ છે. જયાં આ પરિસ્થિતિથી કંટાળી તેઓ પગપાળા વતન આવવા નીકળ્યા હતાં. તંત્ર તેમને વતન આવતા અટકાવી દીધા છે ત્યારે આ માછીમારો તેમજ તેમના પરિજનોએ વહીવટીતંત્ર તેમને પરત લાવવા બસ કે વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી રહ્યા છે. છેલ્લી ફિશિંગમાં પકડેલી 700 કિલો મચ્છી ખરાબ થતા તેમને આર્થિક ફટકો પડ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bilimora News - locked down 28 fishermen were trapped in porbandar 061121


from Divya Bhaskar https://ift.tt/2X5yBlg

Comments