અમદાવાદ-ગાંધીનગરમાં લોકલ ટ્રાન્સમિશનના 2 કેસ


અમદાવાદમાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાયો છે. કામદાર વિમા યોજનાના 59 વર્ષીય મહિલા તબીબને બુધવારે સાંજે ફીવર આવ્યા બાદ રિપોર્ટ કરાવeતા પોઝિટિવ આવ્યો હતો. તેમની પુત્રવધૂ સિંગાપોર, થાઈલેન્ડ જઈને આવી હતી. પરંતુ તેને કોરોનાના ચેપના કોઈપણ લક્ષણ જોવા મળ્યા નથી. પણ સાસુને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થતાં સોલા સિવિલમાં દાખલ કરાયા છે.

તેમના તબીબ પતિ સહિત ઈએસઆઈસી હોસ્પિટલના ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફના 39 લોકોને સમાવેશ થાય છે. કુલ 80થી વધુ લોકો તેમના સંપર્કમાં આવ્યા હોવાથી તમામને હોમ કવોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે. હજુ મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો તેમના સંપર્કોની તપાસ કરી રહી છે. આ આંકડો 100 ને પાર કરી જાય તેવી શકયતા પણ સૂત્રોએ વ્યકત કરી છે.

અમદાવાદમાં લોકલ ટ્રાન્સમીશનનનો આ બીજો કેસ નોંધાયો છે. આ કેસમાં મહિલા તબીબના પતિ પણ એક સરકારી હોસ્પિટલમાં ડીન તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમની વિદેશમાં કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ તેમની પુત્રવધૂ ગત 29 ફેબ્રુઆરીએ સિંગાપોર અને થાઈલેન્ડથી પરત ફરી હતી. તેમને એક પણ દિવસ કવોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા ન હતા. પણ કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, તેઓ વિદેશથી આવ્યા પછી 14 દિવસ પૂરા થઈ ગયા પછી પણ તેમને કોઈ પણ શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા. જો કે, જનતા કર્ફ્યૂ કેે લોકડાઉન થતા પહેલા મહિલા તબીબને મળવા માટે મુંબઈથી મહેમાન પણ આવ્યા હતા. આ ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં તેમણે વિશાલા ખાતે યોજાયેલી એક પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. મનાય છે કે, આ પાર્ટીમાં અમેરિકાથી પણ કેટલાક લોકો હાજર હતા. જેથી મહિલા તબીબને કોનો ચેપ લાગ્યો છે તે અંગે હેલ્થ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સ્ટે. ચેરમેન સ્વેચ્છાએ ક્વોરન્ટાઈનમાં

ગાંધીનગરમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા છે ત્યારે મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવા નવતર અભિગમ અપનાવ્યો છે. તેમણે સ્વેચ્છાએ હોમ ક્વોરન્ટાઈન થઈને લોકડાઉન દરમિયાન નગરવાસીઓને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.


ફુઆ પાસેથી દવા લેનાર 120નું સ્ક્રીનિંગ

અશોક પટેલ માણસા તાલુકાના વેડા અને વરસોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ છે. તેમને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અશોક પટેલ પાસેથી 210 દર્દીએ દવાઓ લીધી હોવાથી એ તમામ દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો છે કે નહીં તે તપાસવા માટે તમામ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં એક પણ દર્દીમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા નથી.

બિલ્ડર પુત્રની કામવાળી ADCમાં કામ કરતી હતી, 4 કર્મચારી ક્વોરન્ટાઈન

મહાપાલિકા વિસ્તારમાં હોમ ક્વોરન્ટાઈન હેઠળ રહેલા વ્યક્તિઓની સંખ્યા 995 પર પહોંચી છે. તેમાં એડીસી બેન્કના 4 કર્મચારી પણ છે. ઉમંગને ત્યાં ઘરકામ કરતાં બહેન બેન્કમાં પણ સફાઈકામ કરવા જતાં હોવાથી અગમચેતી માટે આ કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.


કોરોના પોઝિટિવ ભત્રીજાને મળેલા ફુઆનો ચેપ તેની માતાને પણ લાગ્યો

ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર

ગાંધીનગરમાં ગુરુવારે કોરોના પોઝિટિવનો 7મો કેસ નોંધાયો. આ કેસ પણ વિદેશથી આવેલા બિલ્ડર પુત્ર ઉમંગ પટેલને લાગેલા ચેપમાંથી ફેલાયો છે.

ઉમંગ પટેલ 17 માર્ટે ગાંધીનગર આવ્યો હતો અને બીજા જ દિવસે તેના ફુઆ અશોક પટેલ અને ફોઈ ચંદ્રિકાબહેન તેને મળવા ગયા હતા. તેઓ ત્યાં માંડ અડધો કલાક રોકાયા હતા. એ પછી અશોક પટેલની માતા શારાદબહેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આનો અર્થ એ થયો કે આ કેસ લોકલ ટ્રાન્સમીશનનો કહેવાય.

ઉમંગ પટેલ સામે ઇન્ડિયન એપેડેમિક ડિસિઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. એ જ રીતે વેડા સરકારી આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ અશોક પટેલ ભત્રીજા ઉમંગના સંપર્કમાં આવ્યા પછી પણ નોકરીએ જતા હોવાથી તેમની સામે પણ ગુનો નોંધાયો છે.

દરમિયાન અશોક પટેલના વૃદ્ધ માતા શારદાબહેનને સેક્ટર 17માં સ્ટાફ ટ્રેનિંગ કૉલેજમાં ઊભા કરાયેલા ફેસિલિટી સેન્ટરમાં ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ 20 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. ક્વોરન્ટાઈન દરમિયાન શારદાબહેનને તપાસનારા મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ ગોસ્વામીને પણ હોમ ક્વોરન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે.

20 માર્ચે ઉમંગ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનાં પત્ની, દાદી અને પિતા તેમજ 2 દિવસ પહેલાં સેક્ટર 23માં રહેતા ફાર્માસિસ્ટ ફુઆ અને ફોઈના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. અશોક પટેલના પુત્ર-પુત્રવધૂને પણ ક્વોરન્ટાઈનમાં રખાયાં છે.

સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે ક્વોરન્ટાઈન હેઠળના રહીશોની સુવિધા અને સારવાર સહિતના ખર્ચ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી બજેટ જોગવાઇ અને મંજુરીની કોઇ ચિંતા વગર ખર્ચની છૂટ આપી છે.

તકેદારી માટે 33 ક્વોરન્ટાઈનમાં

દાણીલીમડામાં રહેતા અને મક્કા-મદીના જઈને આવેલા વૃદ્ધાનું બુધવારે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમને 22 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરાયા તે પહેલાં તેઓ તેમની બે દીકરીને મળ્યા હતા અને તેમની બે દીકરી અન્ય 31 લોકોના સંપર્કમાં આવી હતી. આ તમામ 33 લોકોને ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે. તમામને અલગ અલગ સ્થળોએ રાખવામાં આ‌વ્યા છે. જ્યારે 14 માર્ચે વૃદ્ધા અમદાવાદ આવ્યા પછી તેમની બે દીકરીને મળ્યા હોવાથી બંનેના સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ | અમદાવાદ તેમજ ગાંધીનગરમાં કોરોનાના લોકલ ટ્રાન્સમિશનના 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કામદાર વીમા યોજનાના પેથોલોજિસ્ટની તેમજ ગાંધીનગરમાં વિદેશથી આ‌વેલા બિલ્ડર પુત્રને મળનારા ફુઆના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંનેએ કોઈ વિદેશ યાત્રા કરી ન હતી. આમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવતાં હેલ્થ વિભાગ સક્રિય થઈ ગયો છે. બંનેના સંપર્કમાં આવનારા લોકોની યાદી તૈયાર કરી હાલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને જરૂર જણાય તે લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં કે હોસ્પિટલમાં લઈ જવા સુધી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તકેદારીનો હેતુ ચેપને વધુ ફેલાતો અટકાવવાનો છે.

વિદેશથી આવેલા બિલ્ડર પુત્રને તેના ફુઆ માંડ 30 મિનિટ મળ્યા હતા

ડોક્ટર મહિલાનાં પતિ, ESIC હોસ્પિટલના 39 ક્વોરન્ટાઈનમાં

બંનેએ વિદેશ પ્રવાસ કર્યો ન હતો, એક કેસમાં વિદેશથી આવેલાને મળવા ગયા, બીજામાં મુંબઈથી મહેમાન આવ્યા હતા

વિદેશથી આવેલી પુત્રવધૂને ચેપના કોઈ લક્ષણ નહીં, 59 વર્ષનાં સાસુને કોરોના

સિવિલમાં શંકાસ્પદ લક્ષણ સાથે વધુ 6 દાખલ, 3ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

સિવિલ હોસ્પિટલમાં બુધવારે મોડી રાતથી ગુરુવાર સુધી 6 શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે, જયારે હોસ્પિટલમાં બુધવારે દાખલ કરાયા 3 શંકાસ્પદ દર્દીને રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાં મુજબ, સિવિલ હોસ્પિટલમાં બુધવાર રાતથી ગુરુવાર સાંજ સુધી કુલ 6 દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયા હતા, આ તમામ દર્દીના નમુના લઇને તપાસ માટે મોકલી આપ્યાં છે, જેમનાં રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે સિવિલમાં બુધવારે દાખલ કરાયેલા 3 શંકાસ્પદ દર્દીનાં રિપોર્ટ નેગેિટવ આવ્યાં છે તેમજ હોસ્પિટલમાં હજુ 7 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2WSJUgy

Comments