વસ્ત્રાપુરમાં ધાબે ક્રિકેટ રમતા અને ધાબે ભેગા થયેલા લોકો સામે 2 ગુના નોંધાયા

લૉકડાઉનને ગંભીરતાથી નહીં લેતા લોકોને પકડવા માટે પોલીસે ડ્રોનથી નજર રાખવામાં શરૂ કર્યું છે. વસ્ત્રાપુર પોલીસે જીજસ બંગલા રોડ પરના બાલાજી પ્લાઝાની બાજુમાં આવેલા યોગેશ્વર કોમ્પ્લેક્સ ધાબા ઉપર 5 લોકો ભેગા થયા હતા. તેમની સામે પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. પકવાન ચાર રસ્તા પાસેના કસ્તુરી ટાવરના ધાબે 5 થી 6 છોકરાઓ ભેગા થઇને ક્રિકેટ રમતા ડ્રોનમાં દેખાયા હતા. જો કે ડ્રોન ઉડતું દેખાતા તે છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જો કે તેમાં પણ પોલીસે યુવાનો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડ્રોનથી સર્વેલન્સમાં ધાબા પર ક્રિકેટ રમતાં લોકો ઝડપાયા.


from Divya Bhaskar https://ift.tt/2wRqcHC

Comments