3 દિવસમાં સેન્સેક્સમાં 3966ની રાહત રેલી, નિફ્ટી 8600 પોઇન્ટ ક્રોસ


સ્ટિમ્યુલસ પેકેજની રાહ જોઇ રહેલા ભારતીય શેરબજારોમાં ત્રણ દિવસથી સુધારાનો ધમધમાટ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સે 3966 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. તેમજ રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 11.12 લાખ કરોડનો સુધારો થયો છે. તમામ સેગ્મેન્ટમાં શરૂ થયેલી રાહત રેલીની આગેવાની આજે ટેલિકોમ, બેન્ક્સ, કેપિટલ ગુડ્સ, ફાઇનાન્સ, એફએમસીજી અને સ્મોલ-મિડકેપ્સે લીધી હતી. સેન્સેક્સ આજે વધુ 1410.99 પોઇન્ટના ઉછાળા સાથે ઇન્ટ્રા-ડે 30000ની સપાટી ક્રોસ કરી 30100 પોઇન્ટ થઇ ગયો હતો. જે છેલ્લે 29946.77 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 323.60 પોઇન્ટ વધી 8600 પોઇન્ટની ટેકનિકલી રેઝિસન્ટન્સ સપાટી ક્રોસ કરી 8641.45 પોઇન્ટ બંધ રહ્યો હતો. આજના સુધારામાં રોકાણકારોની મૂડીમાં વધુ રૂ. 4.49 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઇ છે. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં તા. 3જી એપ્રિલના રોજ વ્યાજદરમાં એટલિસ્ટ 50-60 બેઝિસ પોઇન્ટનો ઘટાડો આવે તેવી પુરી શક્યતા છે. માર્ચ માસમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ લમસમ અને એસઆઇપી ફ્લો વધ્યો હોવાનું ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો જણાવી રહ્યા છે. જોકે ઇક્વિટી માર્કેટ્સ માટે નિષ્ણાતો એવો મત ધરાવે છે કે, રોકાણકારોનું સાર્વત્રિક માનસ હજી સાવચેતીનું રહ્યું છે પરંતુ ભારતીય શેરબજારો વેલ્યૂએશનની દ્રષ્ટિએ અન્ય માર્કેટ્સ કરતાં સસ્તા છે.

ડોલર સામે રૂપિયો 78 પૈસા મજબૂત: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 78 પૈસાના સુધારા સાથે રૂ. 75.16ની સપાટીએ બંધ રહ્યો હતો.

ઇન્ડસઇન્ડ 45 ટકા ઊછળ્યો, યસ બેન્ક 10 ટકા ડાઉન


આજે બેન્કેક્સ 6.69 ટકા ઊછળ્યો હતો. ઇન્ડેક્સબેઝ્ડ તમામ સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તેમાંય ઇન્ડસઇન્ડ બેન્ક રૂ. 135.75 એટલેકે 45.07 ટકા ઉછળી રૂ. 436.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ફેડરલ બેન્ક 9.13 ટકા, કોટક બેન્ક 7.66 ટકા, એચડીએફસી બેન્ક 6.76 ટકા, એક્સિસ બેન્ક 4.82 ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્ક 4.68 ટકા સુધી સુધર્યા હતા. જોકે, યસ બેન્ક રૂ. 3.05 (10.27 ટકા) તૂટી રૂ. 26.65 બંધ રહ્યો હતો.

એફએમસીજી, ટેલિકોમ, બેન્ક, કેપિટલ ગુડ્સ, સ્મોલ-મિડકેપમાં સુધારાનો સંચાર


3 દિવસ, સેન્સેક્સ 4000+

તારીખ સેન્સેક્સ સુધારો

24 માર્ચ 26674 693

25 માર્ચ 28536 1862

26 માર્ચ 29947 1411

વિગત ઇન્ડસઇન્ડ યસ બેન્ક

ખુલી 318.80 30.00

વધી 451.80 31.00

ઘટી 313.25 25.25

બંધ 436.95 26.65

+/-% 45.07 -10.27

નિફ્ટી 8000 ઉપર ટકે તો સુધારો વધે

નિફ્ટી 8750-8800 પોઇન્ટ 3 દિવસ ટકે તો 9000-9300ની શક્યતા છે. વૈશ્વિક માહામારીમાં કંઇપણ થઇ શકે તે ધ્યાનમાં રાખીને હાલની તેજીની મૂલવવી જોઇએ. નિફ્ટી માટે 8500- 8300 ટેકાની સપાટી ગણાય તેવું એન્જલ બ્રોકીંગના સમિત ચવાણનું કહેવું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3arb2HC

Comments