દિલ્હીમાં એક ધાર્મિક આયોજનમાં આવેલા શંકાસ્પદ 300 લોકો હોસ્પિટલમાં દાખલ, 2000 ક્વૉરન્ટીન

દિલ્હી: દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના મરકઝમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડથી આવેલા લોકો પણ હતા. 22 માર્ચના લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીં 2 હજાર લોકો રોકાયેલા હતા. તેમાંથી 300 લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી આશંકા છે. શંકાસ્પદ લોકોને તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ઉધરસ અને કફની ફરિયાદ છે. લોકડાઉન મામલે દિલ્હી સરકારની આ ગંભીર બેદરકારી અત્યારે સામે આવી છે જેમાં લોકડાઉન એક મજાક બની ગયું છે.પોલીસે નિઝામુદ્દીન એરિયાને કોર્ડન કરી લીધો છે. અહીં અંદાજે 2,000 લોકોને ક્વૉરન્ટીન કરાયા છે અને તે બધાનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે. આ દેશનો પહેલો આટલો મોટો સમૂહ છે કે જેનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી પણ નજર રખાઇ રહી છે. જમાતમાં સામેલ બે વૃદ્ધના મોત પણ થઇ ચૂક્યા છે. તે બન્ને કોરોના પોઝિટિવ હતા.

નિઝામુદીનનું આ મરકઝ ઇસ્લામની શિક્ષા માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે જ્યાં ઘણા દેશોથી લોકો આવતા રહે છે. મરકઝથી થોડે દૂર નિઝામુદીન ઓલિયાની મજાર છે જે અત્યારે બંધ છે.

અહીંથી જનારા 6 લોકો કોરોના પોઝિટિવ
મરકઝમાં રોકાયેલા મોટાભાગના લોકો તેમના દેશ અને ભારત સ્થિત તેમના શહેરોમાં જતા રહ્યા હતા. આ લોકોમાંથી 6 કોરોના સંક્રમિત થયેલા હતા અને એકનું મોત થયું હતું. જોકો મૃતકનો રિપોર્ટ હજુ આવ્યો નથી. સ્વાસ્થ્ય વિભાગ, WHO તેમજ પોલીસની ટીમ અહીંથી લોકોને કાઢવાનું કામ કરી રહી છે.

મરકઝમાં રહેનારાઓની મોટાભાગના લોકોની ઉંમર 60થી ઉપર
પોલીસે જણાવ્યું કે લોકડાઉન પહેલાથી જ અહીં ભીડ હટાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને લોકોને અપીલ કરવામાં આવી રહી હતી. જોકે તબ્લીગી મરકઝમાં ઉપસ્થિત લોકોએ આ વાત સાંભળી નહીં. અહીં રહેતા મોટાભાગના લોકોની ઉંમર 60થી ઉપર છે. હવે આ મરકઝની આસપાસના વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. પોલીસ આ વિસ્તાર પર ડ્રોનથી નજર રાખી રહી છે.

દેશ-વિદેશના અંદાજે 300 લોકો હાજર રહ્યા હતા
પોલીસના જણાવ્યાનુસાર, તબલિઘી જમાતનું આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેમાં દેશ-વિદેશના અંદાજે 300 લોકો હાજર રહ્યા હતા. તેમાંથી લગભગ બધા જ લૉકડાઉન બાદ દિલ્હીમાં જ રોકાયા હતા. આયોજકોને નોટિસ પણ અપાઇ છે. જમાતમાં હાજર રહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા, જેમાંથી 6 લોકો કોરોના પોઝિટિવ જણાયા. જોકે, તબલિઘી જમાતના પ્રવક્તા શોએબ અલીએ કહ્યું કે કોઇ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયાની તેમને કોઇ માહિતી નથી. તેમણે એટલું જરૂર સ્વીકાર્યું કે તમિલનાડુથી આવેલા 63 વર્ષીય મસગિરને તાવ-ખાંસીની તકલીફ બાદ શનિવારે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
કાશ્મીરના સોપોરથીઆવેલા કોરોના પોઝિટિવનું મોત
દરમિયાન, કાશ્મીરના સોપોરથી 6 માર્ચે આવેલા 65 વર્ષના એક વૃદ્ધનું ગયા અઠવાડિયે કાશ્મીરમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. આ બન્ને મોત કોરોનાથી થયાનો તેમણે ઇનકાર કર્યો. જોકે, કાશ્મીરી મીડિયાના અહેવાલો મુજબ, વૃદ્ધ કોરોના પોઝિટિવ જણાયા હતા. નોંધનીય છે કે ચાલુ મહિનાની શરૂઆતમાં દિલ્હી સરકારે 50થી વધુ લોકોના કોઇ પણ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય કાર્યક્રમો 31 માર્ચ સુધી પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યાર બાદ 25 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન પણ જાહેર કરી દેવાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સેંક઼ડો લોકો આ આયોજનમાં સામેલ થયા હતા, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશમાંથી પણ લોકો આવ્યા હતા


from Divya Bhaskar https://ift.tt/2Jr9hyi

Comments