શહેર લૉકડાઉન હોવાના કારણે તમામ દુકાનો બંધ છે તથા રસ્તાઓ સૂમસામ છે, જેનો ફાયદો ઉઠાવીને તરસ્કરોએ બહેરામપુરા ખાતે આવેલ સીતારામ પ્રોવિઝન સ્ટોરમાં 11 તેલના ડબ્બા મળીને રૂ. 11 હજારની મતાની તથા મેઘાણીનગરમાં બળિયાદેવના મંદિર પાસે આવેલ સોમનાથ પાન પાર્લરમાંથી પાન-મસાલા, બીડી-સિગારેટો અને સાબુ મળીને કુલ રૂ. 3200ની મતાની ચોરી કરી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
બહેરામપુરાના વિજય લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને બહેરામપુરા ત્રણ રસ્તા પાસે સીતારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવી વેપાર કરતા વનરાજસિંહ ગોહિલ ગુરુવારે સવારે દુકાને આવ્યા તો દુકાનનું શટર તૂટેલું હતું. અંદર પ્રવેશ કરીને જોયું તો દુકાનનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. આથી તેમણે સામાનની ચકાસણી કરી તો 6 તેલના ડબ્બા અને કબાટમાં મૂકેલા રોકડ રૂપિયા મળીને કુલ રૂ. 11 હાજર ન હતા. આ અંગે તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ મેઘાણીનગરના રહેતા અને બળિયાદેવના મંદિર પાસે સોમનાથ પાન પાલર નામનો ગલ્લો ઘરાવતા દિનેશગિરિ ગોસ્વામીની દુકાનના શટરનું તાળું તૂટેલું હતું. દુકાન ખોલીને અંદર તપાસ કરી તો 24 નંગ સિગરેટના બોક્સ અને સાબુ મળીને રૂ. 3200ની મતા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેમણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફોર્સ બોલાવતા ત્રણેય ભાગી ગયા, માધવપુરામાં ફરિયાદ
મહેસાણા ખાતે રહેતા સુરેશ સથવારા(26) એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. બુધવારે સાંજે તેઓ શાહપુર રાહત સર્કલ પાસે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પતરાવાળી ચાલીની બહાર 3 યુવાનો જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા. આથી તેમણે ત્રણેયને બૂમો ન પાડી ઘરમાં જતા રહેવાનું કહ્યું હતું. ત્યારબાદ ત્રણેય ઉશ્કેરાયા અનેે ટ્રાફિક પોલીસની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. સુરેશકુમારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા માધવપુરા પોલીસનો કાફલો આવી પહોંચતા તે ત્રણેય ભાગી ગયા હતા. માધવપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે ગુનો નોંધાયો હતો.
બહેરામપુરામાં તેલના 11 ડબ્બા, સિગારેટની ચોરી
શાહપુર રાહત સર્કલ પાસે પતરાંવાળી ચાલીની બહારની ઘટના
અમદાવાદ | શાહપુર રાહત સર્કલ નજીકની પતરાવાળી ચાલીની બહાર ઊભા રહીને જોરજોરથી બૂમો પાડી રહેલા 3 યુવાનોને પોલીસ કર્મચારીએ બૂમો નહીં પાડીને ઘરમાં જવા કહ્યું હતું. જેથી તે ત્રણેય યુવાન પોલીસ ઉપર ગુસ્સે થયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસ કર્મચારીઓએ કંટ્રોલમાં ફોન કરીને વધારાનો ફોર્સ મંગાવતા તે ત્રણેય ભાગી ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33ZwmSl
Comments
Post a Comment