કોરોનાની મહામારીને નાબૂદ કરવા ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘના નેજા હેઠળ 4 હજાર અધ્યાપકોનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂ્આત કરી છે કે ગુજરાત યુનિવર્સિટી સહિતની વિવિધ 7 યુનિવર્સિટીઓની સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના અધ્યાપકોના માર્ચ મહિનામાં ચૂકવનારા પગારમાંથી 1 દિવસનો પગાર કાપીને સરકાર કક્ષાએ મુખ્યમંત્રી રાહતમાં જમા કરાવવામાં આવે. આ ફંડ અંદાજે 1.5 કરોડ
જેટલું હશે.
ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘના મહામંત્રી ડો. વસંત જોષીએ કહ્યું છે કે, રાજ્ય સરકારે કોરોના સામે જંગ શરૂ કરી છે. જેના સમર્થનમાં અમારા શૈક્ષણિક સંઘના નેજા હેઠળ ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની વિવિધ સાત સ્ટેટ યુનિવર્સિટીઓના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના અધ્યાપકો એક દિવસનો પગાર પ્રતીકાત્મક રીતે આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી આશરે દોઢ કરોડ ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JktTbj
Comments
Post a Comment