રતન તાતાએ કોરોના સામેના જંગમાં 500 કરોડ આપ્યા, BCCIએ 51 તો અક્ષયકુમારે 25 કરોડ આપ્યાં

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં મેડિકલ સાધનો, હોસ્પિટલો, દવા સંશોધનો, ગરીબોને ભોજન સહિતની સુવિધા માટે જંગી ભંડોળની જરૂર છે. આ માટે તાતા ટ્રસ્ટે પણ રૂ. 500 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તાતા જૂથના ચેરમેન રતન તાતાએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ તાતા જૂથ 1000 કરોડ રૂપિયા આપશે. આ નાણાંનો ઉપયોગ કોરોનાગ્રસ્તોની સારવારમાં રોકાયેલા આરોગ્ય સ્ટાફ તથા અન્ય સુવિધા માટે થશે. આ ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, કોરોના સામેની લડાઈમાં બીસીસીઆઈ શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત અમે પીએમ કેર્સ ફંડમાં રૂ. 51 કરોડ પણ જમા કરાવીએ છીએ. આ સાથે અભિનેતા અક્ષય કુમારે પણ એક ટ્વિટ કરી હતી કે, ‘અત્યારે દેશવાસીઓનું જીવન જ સૌથી મોટી પ્રાથમિકતા છે. કોરોના સામેના જંગમાં હું પીએમ કેર ફંડમાં રૂ. 25 કરોડ જમા કરાવી રહ્યો છું. જાન હૈ તો જહાન હૈ.’

કોણે કેટલી મદદ કરી

  • તાતા જૂથ - 1000 કરોડ
  • તાતા ટ્રસ્ટ - 500 કરોડ
  • વેદાંતા - 100 કરોડ
  • હીરો - 100 કરોડ
  • બજાજ - 100 કરોડ
  • સન ફાર્મા - 25 કરોડની દવા
  • રિલાયન્સ- 5 કરોડ, 100 બેડનું સેન્ટર
  • પેટીએમ - 5 કરોડ
  • પાર્લે બિસ્કિટ- 3 કરોડ પેકેટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવ્યાં


from Divya Bhaskar https://ift.tt/39lX9sN

Comments