પહેલા ક્વાર્ટરની ફીમાં 50 ટકાની રાહત આપવા વાલી મંડળની માંગ


અમદાવાદ| ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે કે, લૉકડાઉનના કારણે જૂના શૈક્ષણિક વર્ષના દિવસો પૂરા નથી થયા જેને ધ્યાનમાં રાખી નવા સત્રના પહેલા ક્વાર્ટરમાં વાલીઓને ફીમાં 50 ટકા રાહત અપાય. એફઆરસીએ સ્કૂલની નક્કી કરેલી ફી પહેલા ક્વાર્ટર ફીની અડધી જ ફી ભરવા વાલીઓને છૂટ આપવામાં આવે. જૂન સુધી લૉકડાઉન રહે તેવી શક્યતા છે. આથી પહેલા ક્વાર્ટરની ફીમાં 50 ટકા રાહત મળવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2UpsQxr

Comments