બારડોલીની સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કામગીરીમાં પારદર્શિતા લાવવા 75 પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોંપાઈ


ગુજરાત સરકારની જાહેરાત મુજબ રેશનકાર્ડ ધારક ગરીબ પરિવારોને મફત અનાજ વિતરણની કામગીરી એપ્રિલથી શરૂ કરવામાં આવનાર છે. બારડોલી તાલુકાની 69 સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો વહીવટી તંત્ર દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે. અનાજ વિતરણની કામગીરામાં કોઈ લાભાર્થી સાથે અન્યાય ન થાય અને પારદર્શી વહીવટ થાય એ હેતુથી બારડોલી તાલુકાનાં 75 શિક્ષકો સહિત તલાટી, ગ્રામસેવકો તેમજ પોલીસને સસ્તા અનાજની દુકાન પર દેખરેખ રાખવાની મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી છે. વધુમાં અનાજ વિતરણની કામગીરીનો રોજનો રિપોર્ટ તંત્રને મોકલવાનો રહેશે.

કોરોના વાઇરસના કહેરને લઈને લોકડાઉન રહેતા ગરીબ પરિવારોની હાલત કફોડી છે. રોજી રોટી છીનવાઈ જતાં આવા પરિવારોને જમવાની તકલીફ ના પડે, એ હેતુથી સરકારે ગરીબ શ્રમજીવી પરિવારો માટે મફત અનાજ વિતરણની કામગીરી ગામે ગામ શરૂ કરી છે. બારડોલી તાલુકામાં પણ 1 એપ્રિલથી અનાજનું વિતરણ શરૂ કરવા માટે સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો પૂરતો જથ્થો પહોચાડી દેવાયો છે, સાથે જ વિતરણમાં કોઈ ગેર વ્યવહાર ન થાય અને પારદર્શી વહીવટી થાય એવા હેતુથી તાલુકાનાં 75 જેટલા પ્રાથમિક શિક્ષકોને દેખરેખ રાખશે. તાલુકામા જ્યાં તલાટીઓના હોય ત્યાં ગ્રામસેવક તેમજ અમુક સસ્તા અનાજની દુકાનો પર કોઈ પડા પડી જેવો માહોલ ન સર્જાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસના જવાનોને પણ સસ્તા અમાજની દુકાનમાં હાજર રહેવાનો બારડોલી મામલતદારે હુકમ કર્યો છે.

અનાજ વિતરણ પ્રક્રિયા સમગ્ર માસ દરમિયાન ચાલુ રેહશે

વાંકલ | કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા થયેલા લોકડાઉન દરમિયાન ખાસ ગરીબ પરિવારોની હાલત કોફાડી બની છે. ત્યારે સરકારે કરેલી જાહેરાત મુજબ ગરીબ પરિવારો 1 લી એપ્રિલની રાહ જોઈને બેઠા છે. ત્યારે અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં શાંતિપૂર્ણ રીતે નયિમોનું પાલન થાય એ માટે સરકારી તંત્ર તેમજ સસ્તા અનાજની દુકાનોના સંચાલક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે રેશન કાર્ડ ધારકોની ઓનલાઈન અનાજની કુપનો નીકળતી હોય તેવા રેશનકાર્ડ ધારક પરિવારના એક સભ્યને સસ્તા અનાજની દુકાનો ઉપર આવવું. અનાજ વિતરણ વ્યવસ્થા સતત સમગ્ર માસ દરમિયાન ચાલુ રહશે. એપીએલ અને બીપીએલ તેમજ અત્યોદય કાર્ડ ધારકોને દરેક વસ્તુ મળશે. એફપીએસ એસિસિયેશનના માંગરોળના પ્રમુખ કેતનભાઈ ભટ્ટ દ્વારા ઉપરોક્ત અપિલ રેશનકાર્ડ ધારકોને કરવામાં આવી હતી.

{ 6 માસથી સસ્તા અનાજની દુકાનમાંથી રેગ્યુલર અનાજ લીધુ હોય, એવા ધારકોને મળશે

_photocaption_રાશનનો જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચાડવામાં આવ્યો.*photocaption*

ખરીદી ન કરતાં લોકોને મફત અનાજનો લાભ મળશે નહીં

સતત 6 માસથી રકારી દુકાનોમાંથી અનાજની ખરીદી કરતાં રેશન કાર્ડ ધારકોને જ મફત અનાજનો લાભ મળી શકશે. જેની પાસે રેશન કાર્ડ છે અને સસ્તા અનાજની દુકાનમાંથી ખરીદી ન કરતાં લોકોને મફત અનાજનો લાભ મળશે નહીં. ઉપરાંત ગામમાં જ કાચા મકાનમાં રહેતા ગરીબ પરિવારો જેમની પાસે રેશન કાર્ડ નથી, એવા પરિવારના વેરીફિકેશન કરીને મફત અનાજનો લાભ અપાશે. > જિજ્ઞાબેન પરમાર, મામલતદાર,બારડોલી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bardoli News - 75 primary teachers entrusted with transparency in distribution operations at bardoli39s cheap grain shop 060024


from Divya Bhaskar https://ift.tt/2xFN6l8

Comments