બુધવારે રાત્રે 11.30ની આસપાસ દાણીલીમડાની મહિલાનું કોરોનાથી મૃત્યુ થયાના સમાચાર સિવિલમાં આવ્યા. હોસ્પિટલે પહેલી તકેદારી એ રાખવાની હતી કે કોઈપણ સંજોગોમાં ચેપ ફેલાવો જોઈએ નહીં. સૌથી પહેલાં જે લિફ્ટમાં મહિલાનો મૃતદેહ લવાયો તેને ફ્યુમિગેટ કરવામાં આવી. એ પછી ડી-9 વોર્ડનું ફ્યુમિગેશન કરાયું. રાત્રે 12.15ની આસપાસ ડેડબોડી વાનમાં મૃતદેહ મુકાયો અને તરત જ ફ્યુમિગેશન કરી બધી તૈયારી કરાઈ.
પ્રોટોકોલ મુજબ હોસ્પિટલનો સ્ટાફ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટમાં હતો અને મૃતદેહને પ્લાસ્ટિકની ઝીપ બેગમાં લગવાયો હતો. કબ્રસ્તાન પહોંચ્યા પછી દફનવિધિ માટે 9 ફૂટ ઊંડી કબર ખોદી પહેલાં તેમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કબર પણ જેસીબીથી ખોદવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં 6 ફૂટ સુધીની કબર ખોદવામાં આવતી હોય છે. દફનવિધિ પછી કબરની માટી તેમજ આજુબાજુ પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ મહિલા 14 માર્ચે મક્કા-મદીનાથી આવી હતી અને 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંતિમવિધિ સમયે મહિલાના જમાઈ અને દોહિત્રને હાજર રખાયા હતા. જો કે, બંનેને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ પહેરાવવામાં આવ્યા હતા. દફનવિધિ પૂરી થતાંની સાથે જ ડેડબોડી વાનના ડ્રાઈવર સહિત હોસ્પિટલના કર્મચારીઓએ પહેરેલા પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટને જંતુમુક્ત કરી કોઈપણ રીતે ચેપ ન લાગે તેમ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ છે પ્રોટોકોલ
કોરોનામાં ફેફસામાં ઇન્ફેકશન થાય છે, જેથી મૃતદેહમાંથી કોઇ ફ્લૂઈડ (પ્રવાહી) બહાર ન આવે તે રીતે હોસ્પિટલના ડોકટરો મૃતદેહને પ્લાસ્ટિકમાં વીંટાળી પ્લાસ્ટિકની ઝીપ બેગમાં પેક કરીને આપે છે. દફન વિધિ પહેલા મૃતકના સગાંને છેલ્લી વાર દૂરથી દર્શન કરવા દેવાય છે. મૃતક હિન્દુ હોય તો બોડી ફ્લૂઈડ ફેલાય નહિ અન્યને ચેપ લાગે તે રીતે અંતિમ સંસ્કાર કરવાના હોય છે, જે લોકો અંતિમ વિધિ સમયે હાજર હોય તે તમામે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવા, તેમજ જ્યાં ખાડો ખોદ્યો હોય ત્યાં 1 ટકા હાઇપો ક્લોરાઇડ સોલ્યુશનથી જંતુમુક્ત કરવામાં આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UnquyI
Comments
Post a Comment