ગુજરાતી સમસ્યામાં પણ સમાધાન શોધી લે છે... ક્યાંક પતંગ ચગાવ્યા તો ક્યાંક સમૂહ આરતી કરી

વડોદરાઃ લૉકડાઉનને કારણે ઘરમાં રહેવાથી કંટાળો અનુભવતા વડોદરાના લોકોએ એક નવતર પ્રયોગ કર્યો. કારેલી બાગ વિસ્તારની મંગલ જ્યોત સોસાયટીના લોકો રોજ સાંજે તડકો કુણો પડે એટલે પોતપાતાના ધાબે જઈ એક કલાક સુધી પતંગ ચગાવીને ફ્રેશ થાય છે. વળી દરેક જણ પોતપોતાના ધાબે હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. આના પગલે અન્ય સોસાયટીઓ પણ તેમને અનુસરી રહી છે.

વીઆઈપી રોડ પર આવેલા ફ્લેટમાં લોકોએ સમૂહ આરતી કરી

સુરતઃ 21 દિવસના લૉકડાઉનને કારણે લોકો કંટાળે તે સ્વભાવિક છે. સુરતમાં વીઆઈપી રોડ પર આવેલા એક બહુમાળી ફ્લેટમાં રહીશોએ હાલમાં નવરાત્રિ ચાલતી હોવાથી એક નવતર પ્રયોગ કર્યો. માતાજીની સામૂહિક આરતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી દરેક રહીશ પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી માતાજીની આરતી કરતા હતા. આ માટે કોમન પ્લોટમાં ડીજે પર આરતી વગાડાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વડોદરામાં લોકોએ ધાબા પર પતંગ ચગાવ્યાં


from Divya Bhaskar https://ift.tt/3dHCd39

Comments