હોમ ક્વોરન્ટાઇનમાં રહેનારા લોકોનો કોમન પ્રશ્ન,‘પાડોશમાં રહેતા લોકો કોઈ જ મદદ નથી કરતા, અમને ફૂડ પહોંચાડો’

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદ: ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ દ્વારા ગુજરાતમાં વિદેશનો પ્રવાસ કરીને આવેલા 20 હજાર લોકોને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી દરરોજ 2500 લોકોને ફોન કરીને તેમની સ્થિતિની માહિતી મેળવવામાં આવી રહી છે. હોમ ક્વોરન્ટાઇનમાં રહેતા લોકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે, આસપાસના રહેવાસીઓ કોઇપણ પ્રકારની મદદ કરતા નથી. આવી કપરી પરિસ્થિતિમાં તેઓને ખાવાની વસ્તુઓની તંગી ઊભી થાય છે. કમાન્ડ સેન્ટર તુરંત નજીકના હેલ્થ વર્કરની મદદથી વસ્તુઓ પહોંચાડે છે.
કોરોના વાઇરસ મોટે ભાગે વિદેશથી ટ્રાવેલ કરીને આવનારા લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે વિદેશથી આવેલા લોકોને સરકાર હોમ ક્વોરન્ટાઇન કરી રહી છે. જે સંદર્ભે 22 માર્ચ પહેલા વિદેશોમાંથી ગુજરાતમાં આવેલા લોકોનો ડેટા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલને આપવામાં આવ્યો છે. જે લોકો ક્વોરન્ટાઇનમાં છે તેઓની માહિતી એકઠી કરવાની અને જેઓ ના પાડે તેમનું કાઉન્સેલિંગ કરવું. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.
લોકોના કાઉન્સેલિંગ માટે ખાસ તજજ્ઞોની ટીમને પણ ખાસ આ કંટ્રોલ સેન્ટર પર રાખવામાં આવી છે. જેથી હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ મળે.
સોશિયલ-સાઇકોલોજિકલ સપોર્ટ કરે છે
  • હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિની સ્વાસ્થ્ય અને હાલની સ્થિતિની માહિતી મેળવાય છે
  • તેમના કુટુંબની જરૂરિયાતો પૂછવામાં આવે છે, મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્નો કરાય છે
  • હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિને સોશિયલ સપોર્ટ અને સાઇકોલોજિકલ સપોર્ટ આપવામાં આવે છે
400 લોકો સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન થયા
વિદેશથી આપેલા 20 હજાર લોકોમાંથી 400 જેટલા લોકોએ સેલ્ફ કોરન્ટાઇનનો સ્વીકાર કર્યો છે. તેઓએ જાતે જ માહિતી આપી હતી કે, તેઓ વિદેશથી આવ્યા છે અને તેઓ પોતે જાતે જ કોઇના સંપર્કમાં ન આવે તે રીતે ઘરમાં જ રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/33T6lnm

Comments