
લોકડાઉન હોવા છતાં સ્મશાનમાં 15થી 10 લોકો ઉપસ્થિત રહે છે. લોકોને ભેગા નહીં થવા માટે વિવિધ માધ્યમોથી જાહેરાતો કરવામાં આવી હોવા છતાં સ્મશાનમાં અંતિમ વિધિ માટે 20થી વધુ લોકો ઉપસ્થિત રહે છે, જેના પગલે મ્યુનિ.એ સ્મશાનના કર્મચારીઓને તાકીદ કરી છે કે, અંતિમવિધિ માટે પાંચ વ્યક્તિને જ સ્મશાનની અંદર પ્રવેશ આપવામાં આવે છે.
હાલ પાંચ સિવાય બાકીની વ્યક્તિઓને સ્મશાનની બહાર ઊભા રખાય છે. સ્મશાનના કર્મચારીઓ પણ અંતિમવિધિ માટે પાંચ વ્યક્તિને ઊભા રાખી બાકીનાને પરત જવા માટે વિનંતી કરે છે. હાલ દરરોજ એક કે બે મૃતદેહો આવે છે. સ્મશાનના કર્મચારીએ કહ્યું કે, સ્મશાનમાં પણ ચોકસાઈ રાખવા લોકોને સમજાવવામાં આવે છે. સેનેટાઇઝર સાથે રાખવા પણ તાકીદ કરાય છે. લોકો પણ સહકાર આપી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UNNOVk
Comments
Post a Comment